બ્રેડનો હલવો

સામગ્રી:
5 પીસ બ્રેડ સ્લાઇસ
1 ટેબલ સ્પૂન ઘી
2 કપ દૂધ
1/2 ટેબલ સ્પૂન મલાઇ
1 કપ ચીની
સમારેલા મિક્સ ડ્રાઇ ફ્રૂટ

બનાવવાની રીત:
સૌથી પહેલા બ્રેડને ચાર બાજુની કિનારીથી કાપી લો અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરો. હવે એક પેનમાં ઘી ગરમ કરીને એમાં બ્રેડનો ભૂકો બ્રાઉન થવા પર શેકો. ત્યારબાદ એમાં દૂધ નાંખીને જાડું થાય નહીં ત્યાં સુધી પકાવો. પછી એમાં મલાઇ અને ખાંડ મિક્સ કરો. જ્યારે હલવાનું ઘી નિકળવાનું શરૂ થઇ જાય તો સમજો કે હલવો બનીને તૈયાર છે. પછી એમાં સમારેલા ડ્રાઇફ્રૂટ નાંખીને ગરમ ગરમ સર્વ કરો.

You might also like