Boyfriendની પેરેન્ટ્સ સાથે મુલાકાત કરાવતી વખતે આટલી વાતોનું ધ્યાન રાખો

નવી દિલ્હીં: સમયની સાથે માતા પિતા પણ બદલાયા છે. તેમના વિચારોમાં પણ ફેરફાર થયા છે અને હવે તેઓ તેમના બાળકોના વિચારો અને પસંદને અપનાવા લાગ્યા છે. જ્યારો થોડાંક વર્ષો પહેલાં તેમને સાંભળવું પણ ગમતું નહતું કે તેમની છોકરી કે છોકરાએ પોતાના માટે પસંદ કર્યું છે.

જો તમારાં પેરેન્ટસ તમારા માટે એટલા બદલાયા હોય તો તમારી પણ ફરજ છે કે તમે તમારા બધા નિર્ણય પર તેમનો સમાવેશ કરો. તમે તમારી વાત તેમને સમજાવવાનો પ્રયત્ન કરો કે શું એ છોકરો કે છોકરી તમારા માટે યોગ્ય છે અને સાચું માનો તમારી વાત જરૂર માનશે. એમ તો માતા પિતાને બોયફ્રેન્ડ માટે કહેવું થોડું મુશ્કેલ છે પરંતુ કંઇ છુપાયા કરતાં સારું છે કે તમે સાચું બોલો.

હવે તમે ઘરમાં તમારા બોયફ્રેન્ડ માટે કહી જ દીધું છે અને હવે તમારા પપ્પા સાથે મળાવા લઇ જાવ છો તો કેટલીક વાતો માટે પહેલાથી તૈયાર રહો. બની શકે છે તમારે પણ એવી પરિસ્થિતિનો સામનો કરવો પડે જેમાંથી મોટાભાગની છોકરીઓ પસાર થાય છે.

1. તમારા પિતા અને બોયફ્રેન્ડ સામસામે બેઠાં છે પરંતુ બંનેમાંથી કોઇ કંઇ પણ બોલતું નથી. બંને બસ હસે જ રાખે છે.

2. પિતાનું સપાટ મોઢું તમે પહેલા કદી જોયું હશે નહીં.

3. બંને વચ્ચે વાતચીત ચાલું થાય તે માટે પહેલા તમારે શરૂઆત કરવી પડશે પરંતુ બેલેન્સ બનાવીને. બની શકે છે બંનેમાથી કોઇ એકને એવું લાગે કે તમે તેમની પર ધ્યામ આપી રહ્યા નથી.

4. તમારા પિતાનો પહેલો પ્રશ્ન ફ્યુચર માટે શું વિચાર્યું છે? જો કે તમા તો હજુ લગ્ન કરવા માટે જ વિચાર્યું છે.

5. બની શકે છે તમારા પિતાને તમારી પસંદ સારી લાગે અને એવું પૂછ લે કે મેરેજ ક્યારે કરવા માંગો છો?

6. તમે બંને ક્યારે મળ્યા? કેવી રીતે મળ્યા? તમારા પિતા જરૂરથી જણવા માંગશે.

7. મોટાભાગે ઘરોમાં આ પ્રશ્ન મમ્મી કરે છે તે એકદમ પૂછે છે કે બેટા તું કેટલું કમાય છે?

You might also like