Box Office પર છવાયો છે ફક્ત રણબીર કપૂર, ‘સંજુ’એ 2 દિવસની કમાયા કરોડો

રણબીર કપૂર સ્ટારર ‘સંજૂ’ રિલીઝ થઇ ગઇ છે. સંજય દત્તની બાયોપિક ફિલ્મ ‘સંજૂ’ને ક્રિટિક્સ, ઓડિયન્સ અને બોલિવુડ સ્ટાર્સ તરફથી ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મએ રિલીઝના દિવસે જ રેકોર્ડ તોડ કમાણી કર્યા પછી સતત બીજા દિવસે શાનદાર કમાણી કરી લીધી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ અનુસાર, ફિલ્મે પહેલા દિવસે 34.75 કરોડ રૂપિયા જ્યારે બીજા દિવસે 38.60 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 2 દિવસની કમાણી મળીએ ફિલ્મે અત્યાર સુધી (34.75+38.60 કરોડ) મળીને 73.35 કરોડની કમાણી કરી લીધી છે.

‘રેસ 3’ પછાડીને ‘સંજૂ’ બનાવ્યો આ રેકોર્ડ:

‘સંજૂ’ એ સલમાન ખાનની ફિલ્મ ‘રેસ 3’ નો ઑપનિંગ રેકોર્ડ તોડી દીધો છે. ‘રેસ 3’ એ પહેલા દિવસે 29.17 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે ‘સંજૂ’ પહેલા દિવસે 34.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

રણબીર કપૂરની અત્યાર સુધીની રિલીઝ થયેલી ફિલ્મોમાં આ ફિલ્મે પહેલા દિવસે સૌથી વધારે કમાણી કરી છે. જુઓ, રણબીરની અત્યાર સુધીની રિલીઝ થયેલી ફિલ્મોની પહેલા દિવસની કમાણી:

સંજૂ : 34.75 કરોડ
બેશરમ: 21.56 કરોડ
યે જવાની હૈ દિવાની: 19.45 કરોડ
એ દિલ હૈ મુશ્કિલ: 13.30 કરોડ
તમાશા: 10.94 કરોડ

સંજય દત્તના જીવન પર આધારિત ફિલ્મ ‘સંજૂ’માં રણબીર કપૂર સંજય દત્તના રોલમાં છે. આ ફિલ્મમાં રણબીર કપૂર સિવાય પરેશ રાવલ, મનીષા કોઇરાલા, સોનમ કપૂર, અનુષ્કા શર્મા, કરિશ્મા તન્ના, વિક્કી કૌશલ જેવા સ્ટાર્સ લીડ રોલમાં છે.

You might also like