VIDEO: બોટાદનાં ખાણ ખનીજ વિભાગનાં અધિકારીની Audio Clip વાયરલ

બોટાદઃ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગનાં અધિકારી યોગેશ પટેલનો એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સ્થાનિક યોગેશ પટેલને ખનીજની ચોરીની ફરિયાદ કરી રહ્યો છે. આ ઓડિયોમાં તે સ્થાનિક અધિકારીને ભ્રષ્ટાચારી પણ કહી રહ્યો છે અને અધિકારી પર પૈસા લેવાનાં આક્ષેપ પણ કરી રહ્યો છે.

આ ઓડિયોમાં સ્થાનિક એવું કહી રહ્યો છે કે,”છેલ્લાં ઘણાં સમયથી ખનીજની ચોરીની ફરિયાદ થાય છે તેમ છતાં અધિકારીઓ દ્વારા પગલાં કેમ લેવામાં આવતા નથી. ખનીજ ચોરીની જાણકારી કરાઇ હોવાં છતાં અધિકારીઓ દ્વારા તેમનાં વિરૂદ્ધમાં કોઇ પણ પ્રકારની કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી.”

મહત્વનું છે કે બોટાદ ખાણખનીજનાં અધિકારી યોગેશ પટેલ સાથે ખનીજ ચોરી મામલે ફરિયાદ કરતા ગઢડાનાં અર્જુન રાજયગુરૂએ એક ઓડિયો વાયરલ કર્યો છે. તમે રેડ કરતા નથી. જો પૈસા લેતા હોય તો અમે ફરીયાદ ન કરીએ.

બોટાદ જિલ્લાનાં ગઢડામાં આવેલ ઘેલો નદીમાં બેરોકટોક ખનીજ માફિયાઓ દ્વારા ખનીજની ચોરી કરવામાં આવી રહી છે તેમજ રાત્રી દરમ્યાન પોલીસ સ્ટેશનની બાજુમાંથી કોઈ પણ પ્રકારની બીક વગર ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરવામાં આવી રહી છે.

જે મામલે ગઢડાનાં એક યુવાન અર્જુન રાજયગુરૂએ આ મામલે રાજયનાં મુખ્ય મંત્રી સહિતનાં અધિકારીઓને લૈખીત રજુઆત કરી છે તેમજ RTI પણ કરેલ છે.

પરંતુ બોટાદ ખાણ ખનીજ અધિકારી દ્વારા કોઈ પગલા ન લેવાતા ગઈ કાલનાં રોજ અર્જુન રાજયગુરૂએ બોટાદ ખાણખનીજ અધિકારી યોગેશ પટેલને ફરીયાદ કરવા ટેલીફોન કર્યો હતો અને ફરિયાદમાં એવું જણાવેલ કે સાહેબ ગઢડામા ખુલ્લેઆમ ખનીજની ચોરી થાય છે પરંતુ આપનાં દ્વારા કોઈ જ પગલાં લેવાતા નથી.

જો તમે પૈસા લેતા હોય તો અમે ફરીયાદ ન કરીએ ત્યારે બોટાદ ખાણખનીજ અધિકારી યોગેશ પટેલે એવું જણાવ્યું કે ફરીયાદ ન કરતા પોતે સાબીત કર્યું કે અમે પૈસા લઈએ છીએ. આ બાબતે અર્જુન રાજયગુરૂએ મીડિયાને ઓડિયો ક્લીપ વાઈરલ કરી હતી.

Audio Clip વાયરલઃ
કોની છે મિલીભગત?
સ્થાનિકઃ દરગાહસિંહ બોલું છું સાહેબ
યોગેશ પટેલઃ હા
સ્થાનિકઃ સાહેબ, સત્તાણા વચ્ચે લીઝ ચાલે છે તેમાં તમે ક્યારે તપાસ કરી છે, લી ઝને બહારથી ચલાવે છે.
યોગેશ પટેલઃ કોણ લીઝની બહાર ચલાવે છે?
સ્થાનિકઃ લીઝની બહાર વિપુ કર્ણનનું ચાલે છે.
યોગેશ પટેલઃ તે ભાઈની લીઝ છે કે તે એમ જ ચલાવે છે.
સ્થાનિકઃ તેઓ લીઝની બહારથી ભરે છે, તમે તે સ્થળ પર ખાડા જોઈ શકો છો. તમે ત્યાં ખાડા પણ માપી શકો છો. હાલમાં જે સ્થળ પર ખાડા કરેલા હશે તેમાં તમને ખબર પડશે.
યોગેશ પટેલઃ હા ખબર પડશે, કેમ ખબર નહીં પડે.
સ્થાનિકઃ આ મામલે તમે તેમની પાસેથી પૈસા લેતા હોય તો અમે લોકો ફરિયાદ કરવાનું બંધ કરી દઈએ.
યોગેશ પટેલઃ તમે ફરીયાદ શા માટે કરો છો?
સ્થાનિકઃ સાહેબ, તમે પૈસા લો છો.
યોગેશ પટેલઃ તમને આવું કોણે કીધું?
સ્થાનિકઃ આટલાં સમયથી ગેરકાયદેસર ચાલે છે તો તમારી પાસે ફરિયાદ આવે છે તેમ છતાં તમે કેમ ત્યાં ફોન કરીને પછી જાઓ છો?
યોગેશ પટેલઃ કોણે ફોન કર્યો છે?
સ્થાનિકઃ અત્યારે તમે તપાસ તો કરી જુઓ, હાલમાં તે સ્થળ પર ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવે છે. તમે તે સ્થળ પર તપાસ કરશો તો ખાડા પણ દેખાશે.
તમે જતાં પહેલા ફોન કરીને કહો છે કે લીઝમાં લઈ લેજો. અમે તપાસ કરવા માટે આવીએ છીએ.
યોગેશ પટેલઃ તમને આવું કોણે કીધું છે?
સ્થાનિકઃ તમે પોતે ભ્રષ્ટાચારી છો. તમે આવા ખોટા કામ કરશો તો આવું નહીં ચાલે. તમે ભ્રષ્ટાચારી નથી તો ત્યાં તપાસ કરીને જુઓ તે સ્થળ પર ખાડા મળશે અને તે લોકોને દંડ આપો તો ખબર પડે. તમે તેમની પાસેથી પૈસા નથી લે તા તો તેમને દંડ ફટકારો. જો તમે પૈસા ન લેતા હોવ અને તમે અધિકારી છો તો તમે ચોરી કરતા લોકોને દંડ ફટકારો.

You might also like