VIDEO: બોરસદનાં ગાંધીગંજ વિસ્તારમાં ગઠિયાઓએ ચલાવી 1 લાખની લૂંટ

આણંદઃ બોરસદનાં ગાંધીગંજ વિસ્તારમાં ગઠિયાઓએ ભારે લૂંટ ચલાવી હતી. બે બાઇકો પર આવેલાં 4 ગઠિયાએ લૂંટ ચલાવી હતી. ખરીદી કરવા આવેલા વેપારીનો થેલો લૂંટીને તેઓ ફરાર થઇ ગયાં હતાં. ગઠિયાઓએ અધિકારી તરીકે પોતાની ઓળખ આપીને લૂંટ ચલાવી હતી.

ગઠિયાઓ થેલાની તપાસ કરવાનાં નામે થેલો લઈને ફરાર થઇ ગયાં હતાં. ઉલ્લેખનીય છે કે વેપારી પાસે થેલામાં 1 લાખ રૂપિયા હતાં. જો કે પોલીસે CCTV ફૂટેજનાં આધારે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ગઠિયાઓની ધરપકડ કરવા મામલે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.

બોરસદનાં ગાંધીગંજ વિસ્તારમાં ગઠિયાઓએ ચલાવી લૂંટ
બે બાઇકો પર આવેલા 4 ગઠિયાએ ચલાવી લૂંટ
ખરીદી કરવા આવેલાં વેપારીનો થેલો લૂંટીને ફરાર
ગઠિયાઓએ અધિકારી તરીકે ઓળખ આપી ચલાવી લૂંટ
વેપારીનાં થેલામાં હતાં 1 લાખ રૂપિયા
પોલીસે CCTV ફૂટેજનાં આધારે તપાસ હાથ ધરી

You might also like