IGI એરપોર્ટ પર બે વિમાનોમાં બોમ્બની માહિતી બાદ અફડાતફડી

નવી દિલ્હી : દિલ્હીનાં ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇ મથક (IGI) પર બે વિમાનોમાં બોમ્બનાં સમાચારથી અફડાતફડી મચી ગઇ હતી. હવાઇ મથક પર બનેલા કન્ટ્રોલ રૂમમાં વિમાનોમાં બોમ્બ હોવાનો ફોન આવ્યા બાદ તંત્ર દોડતું થઇ ગયું હતું. ફોન કરનારી વ્યક્તિએ રોયલ નેપાળ અને એર ઇન્ડિયાની રાંચી જઇ રહેલી ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી આપી હતી. ઘટનાં બાદ બોમ્બ સ્કવોર્ડ, ફાયર બ્રિગેડ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર એર ઇન્ડિયાનાં વિમાનમાં ચાર સાંસદો પણ બેઠેલા હતા. આ સાંસદો કોણ હતા તે અંગે જો કે હજી સુધી માહિતી મળી શકી નહોતી. સુરક્ષા અધિકારીઓએ બોમ્બની માહિતી મળ્યા બાદ તુરંત કાર્યવાહી કરી હતી. વિમાનમાંથી તમામ યાત્રીઓને ઉતારી લેવામાં આવ્યા હતા. તપાસ ચાલુ કરી દેવામાં આવી હતી. બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડ દ્વારા સંપુર્ણ વિમાનનું તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

જો કે હાલ તો બોમ્બ મળ્યો હોવાની કોઇ માહિતી નથી. હાલ તો એરપોર્ટ તંત્ર દ્વારા પોલીસને બોલાવી પ્રાથમિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફોન આવ્યો તે ક્યાંથી આવ્યો હતો. કોણે કર્યો હતો અને તે નંબર ક્યાંનો છે તે અંગે પણ તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા પણ તાબડતોબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

You might also like