વેલેન્ટાઈન ડે બોલિવૂડઃ રણવીર માટે રોજ વેલેન્ટાઈન તો ટાઈગરને મનાવવો છે…

વેલેન્ટાઈન ડે દરેક વ્યક્તિ માટે ખાસ હોય છે. ફિલ્મી કલાકાર અને ટીવી કલાકાર પણ અા દિવસ માટે એક અલગ વ્યૂહ રાખે છે, પરંતુ તમામ લોકો અે વાત પર સહમત છે કે અા દિવસ પરિવારના સભ્યો અને મિત્રોના પ્રેમ માટે પણ છે. માત્ર પ્રેમી-પ્રેમિકા માટે નહીં, વેલેન્ટાઈન ડેને લઈ બોલિવૂડ સ્ટાર શું વિચારે છે તે પણ જાણીઅે.

સોનમ કપૂરઃ સોનમ કહે છે કે હાલમાં હું કોઈની સાથે ડે‌િટંગ કરી રહી નથી અને કોઈ પણ વ્યક્તિ સાથે રોમે‌િન્ટક રિલેશન‌િશપમાં નથી. અા જ કારણ છે કે મેં અત્યાર સુધી ક્યારેય વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કર્યો નથી અને મને એ વાતની જાણકારી પણ નથી કે અા દિવસ સેલિબ્રેટ કેવી રીતે કરી શકાય છે. હું જ્યારે કોઈના પ્રેમમાં પડીશ ત્યારે અા દિવસ જરૂર સેલિબ્રેટ કરીશ.

રણબીર કપૂરઃ મારું માનવું છે કે મારા માટે દરરોજ વેલેન્ટાઈન ડે હોય છે, કેમ કે મારો દરેક દિવસ પ્રેમથી શરૂ થાય છે અને પ્રેમ પર જ ખતમ થાય છે. હું પ્રેમ ભરેલું એક સમગ્ર જીવન જીવ્યો છું અને અાજે પણ પ્રેમ જ મારું જીવન છે. જ્યાં સુધી એક સ્પેશિયલ દિવસની વાત છે તો હું વેલેન્ટાઈન ડેને મુબારક દિવસ માનું છું, કેમ કે અા દિવસે બે લોકો વચ્ચે પ્રેમનું અાદાનપ્રદાન થાય છે.

વરુણ ધવનઃ મારા માટે કામનો દરેક દિવસ વેલેન્ટાઈન ડે જ છે, કેમ કે લોકોનું મનોરંજન કરવાનો મારો હેતુ છે. એક્ટિંગ મારો જીવ છે. તે મારા દિલની ખૂબ જ નજીક છે. વેલેન્ટાઈન ડેના દિવસે હું શૂટિંગમાં વ્યસ્ત હોઈશ, પરંતુ પ્રેમનો અહેસાસ ખૂબ જ સુંદર હોય છે. મને તેમાં સંપૂર્ણ િવશ્વાસ છે.

દીપિકા પદુકોણઃ પ્રેમ દિલથી ઉપજતી ભાવનાઅો છે. કોઈ તમને સારું લાગે છે તો તમે કોઈકને સારાં લાગો છો, જ્યારે બંને એકબીજાને સારાં લાગો છો ત્યારે તે પ્રેમ કહેવાય છે. અા જ કારણે મારો વેલેન્ટાઈન ડે અલગ છે. મને અા દિવસ ખૂબ જ ગમે છે. લોકો અા દિવસે લવ બર્ડ બનીને ફરે છે, જ્યાં સુધી મારા વેલેન્ટાઈનનો સવાલ છે ત્યાં સુધી લોકો તેના વિશે વિચારે, કેમ કે હું કહીશ કે હાલમાં હું કોઈ રિલેશન‌િશપમાં નથી તો કોઈ કદાચ નહીં માને.

રણવીરસિંહઃ મારું માનવું છે કે જિંદગીનો દરેક દિવસ વેલેન્ટાઈન ડે હોવો જોઈઅે. હું માનતો નથી કે પ્રેમનો ઇઝહાર કરવા માટે કોઈ ખાસ દિવસની જરૂર પડી શકે. અાજકાલની બિઝી લાઈફમાં કોઈની પાસે સમય હોતો નથી કે તે ખાસ દિવસની રાહ જુઅે. જ્યારે સમય મળે ત્યારે સેલિબ્રેશન હોવું જોઈઅે.

દિશા પટણીઃ બોલિવૂડમાં હું અાવી તે જ દિવસ મારા માટે વેલેન્ટાઈન ડે હતો. હવે રોજ મારા માટે પ્રેમનો દિવસ હોય છે. મારા દિલમાં કોઈ વ્યક્તિ માટે ખાસ જગ્યા છે. તેની સાથે પહેલી મુલાકાત શૂટિંગ દરમિયાન જ થઈ હતી. ત્યારબાદ અમે ખૂબ જ નજીક અાવી ગયાં.

ટાઈગર શ્રોફઃ મેં ક્યારેય વેલેન્ટાઈન ડે ઊજવ્યો નથી, પરંતુ અા વર્ષે હું વેલેન્ટાઈન ડેને સ્પેશિયલ બનાવવા ઇચ્છુ છું, જેના પ્રત્યે મારા દિલમાં સોફ્ટ કોર્નર છે તેને હું ગિફ્ટના રૂપમાં કંઈક ખાસ અાપવા પણ ઇચ્છું છું.

સોનાક્ષી સિંહાઃ મારું માનવું છે કે પ્રેમ એક જાદુ છે, જે વ્યક્તિમાં ઊર્જા ભરે છે. મારી નજરમાં પ્રેમ-‌િવશ્વાસ અને સમજદારીનું એક નામ છે. પ્રેમના કારણે બે લોકો નજીક અાવે છે. અેકબીજા પર િવશ્વાસ રાખે છે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો તમારે તેની સાથે ભાવનાત્મક રીતે જોડાવવું પડે છે. ગમે તેવી પરિસ્થિતિ હોય, એકબીજાને સાથ અાપવો પડે છે. મારા મત મુજબ વેલેન્ટાઈન ડે પ્રેમ મેળવવાનો અને પ્રેમ અાપવાનો ખાસ દિવસ છે.

You might also like