Categories: Entertainment

બોલિવૂડમાં નવી એન્ટ્રી કંગના શર્મા

કંગના શર્મા દક્ષિણ ભારતીય ફિલ્મોની હોટ અભિનેત્રી છે. મોડલિંગથી અભિનયની દુનિયામાં અાવેલી કંગનાઅે થોડા સમય પહેલાં રિલીઝ થયેલી ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ના માધ્યમથી બોલિવૂડમાં ડેબ્યૂૂ કર્યું. કંગના કહે છે કે હું ર‌‌ીતેશ દેશમુખ, વિવેક અોબેરોય અને અાફતાબ શિવદાસાનીની ફેન છું. હું હંમેશાં તેમની સાથે કામ કરવા ઇચ્છતી હતી. અા ફિલ્મની ત્રીજી સિરીઝ છે અને અા પહેલાં બે સિરીઝ બ્લોકબસ્ટર રહી હતી, જ્યારે ફિલ્મના નિર્માતાઅોઅે મારો સંપર્ક કર્યો ત્યારે હું ખુદને રોકી ન શકી અને મેં અા ફિલ્મ સાઈન કરી.
કંગના હરિયાણાની યુવતી છે. તેણે કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ તે દિલ્હી અાવી અને કામ કરવાનું શરૂ કર્યું. તે અાર્મી અોફિસર બનવા ઇચ્છતી હતી. અા માટે તેણે એનસીસીનો કોર્સ કર્યો, પરંતુ ક્રિસમસ તેને કોઈ અલગ દિશામાં લઈ ગઈ. તેણે મોડલિંગ કરવાનું શરૂ કર્યું ત્યારે તેને ખ્યાલ અાવ્યો કે તે કેમેરા સામે સારી દેખાય છે. તેથી તેણે નિર્ણય કર્યો કે હું ફિલ્મો કરીશ અને તે મુંબઈ અાવી ગઈ. તે કહે છે કે મુંબઈમાં મને બાલાજી અને મારુતિ ઇન્ટરનેશનલ જેવા સારા બેનર સાથે કામ કરવાનો મોકો મળ્યો. ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ બહુ મોટા સ્તરે રિલીઝ થઈ અને હિટ પણ થઈ. કંગનાની રુચિ મહિલા પ્રધાન ફિલ્મો કરવામાં છે. તે કહે છે કે હું મહિલાને કેન્દ્રમાં રાખી લખાયેલી ભૂમિકા ભજવવા ઇચ્છું છું.

Navin Sharma

Recent Posts

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

7 hours ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

8 hours ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

9 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

10 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

10 hours ago