Categories: Entertainment

બોલિવૂડ સેલિબ્રિટીઝ અને તેમના શોખ

બોલિવૂડ સેલિબ્રિટીઝ પોતાની એક્ટિંગના દમ પર તો ઇન્ડસ્ટ્રીમાં નામ કમાઇ રહી છે, પરંતુ તેમનામાં એક્ટિંગ સિવાય વધુ હુનર પણ છે. કેટલાક લોકો તેને શોખ કહે છે તો કેટલાકે તો તેના માટે સ્પેશિયલ ટ્રેનિંગ લઇ રાખી છે. અહીં બોલિવૂડના કેટલાક એવા સ્ટાર છે, જેમની પસંદ જરા હટકે છે.

શાહરુખ ખાન-ગેઝેટ ગીકઃ બાદશાહ ખાનનું હુનર તો નહિ, પરંતુ આને શોખ કહી શકીએ. શાહરુખ ગેઝેટ ફ્રીક છે. તેણે પોતાના ઘરનો એક આખો ફ્લોર ગેઝેટના નામે કરી રાખ્યો છે, જ્યાં વીડિયોગેમ્સ અને ઘણાં ગેઝેટ્સ એકઠાં કરી રાખ્યાં છે. શાહરુખને કારનો પણ શોખ છે. તે ઘણીવાર પોતાના મિત્રોને પણ કાર ગિફ્ટ કરે છે.

કંગના રાણાવત-કૂકિંગઃ હિમાચલ પ્રદેશના ગામડામાંથી આવનારી કંગના નાની ઉંમરમાં જ ખાવાનું બનાવતાં શીખી ગઇ હતી. તેને મોકો મળે ત્યારે તરત જ તે કૂકિંગ કરવા મંડી પડે છે. કૂકિંગ તેનો શોખ છે. શૂટિંગમાં વ્યસ્ત ન હોય ત્યારે તે ખાવાનું બનાવે છે.

અક્ષયકુમાર-માર્શલ આર્ટ્સઃ લગભગ દરેક વ્યક્તિ જાણતી હશે કે અક્ષયકુમાર ફિલ્મોમાં આવતાં પહેલાં માર્શલ આર્ટ્સ શિખવાડતો હતો. આ માટે તેણે બેંગકોકથી તાઇકાંડો અને મુઆથથાઇની ટ્રેનિંગ લીધી હતી. આ ઉપરાંત અક્ષય ફોટોગ્રાફી અને ખાવાનું બનાવવામાં પણ રસ દાખવે છે. આમ જોવા જઇએ તો આજે પણ અક્ષયકુમાર માટે માર્શલ આર્ટ્સ શોખ કરતાં વધુ તેનું ઝનૂન છે.

વિદ્યા બાલન-કવિતા લેખનઃ વિદ્યા જેટલી શાનદાર એક્ટિંગ કરે છે એટલી જ સારી કવિતાઓ પણ લખે છે. વિદ્યા ખૂલીને વાત કરતી નથી, પરંતુ પોતાના મિત્રોને તે પોતાની લખેલી કવિતાઓ સંભળાવતી રહે છે. આ ઉપરાંત વિદ્યાનું વધુ એ હુનર પણ છે અને તે મિમિક્રી કરવાનું.

રણવીરસિંહ-રેપિંગઃ આખા બોલિવૂડમાં રણવીરસિંહની પર્સનાલિટી સૌથી અલગ છે. તે જેટલો અલગ છે તેવા તેના શોખ પણ અલગ છે. રણવીરને રેપિંગનો ખૂબ શોખ છે. રેપિંગ સાંભળવામાં પણ સારું લાગે છે.

શાહિદ કપૂર-ડીજેઃ શાહિદ એક્ટિંગ પહેલાં પોતાની અદ્ભુત ડાન્સ ‌િસ્કલ માટે જાણીતો છે. આ બે હુનર હોવા છતાં તેનું એક અલગ હુનર છે ડીજેઇંગનું. જ્યારે મોકો મળે ત્યારે તે પાર્ટીમાં મિત્રોને પોતાની ધૂન પર નચાવે છે.

દિયા મિર્ઝા-પોટરીઃ સુંદર દિયા મિર્ઝા પોતાના હાથ ખરાબ કરતાં જરાય ગભરાતી નથી. તેને પોટરીનો શોખ છે એટલું જ નહિ, તે સર્ટિફાઇડ પોટરી એન્થુસિયાસ્ટ પણ છે. આ સિલસિલો ત્યારે શરૂ થયો હતો જ્યારે ર૦૧૧માં ‘અલીબાગ’નું શૂટિંગ કરી રહી હતી.

સલમાન ખાન-પેઇન્ટિંગઃ સલમાનના આ શોખ અંગે તેના ફેન્સ ખૂબ જ સારી રીતે જાણે છે. તે એક શાનદાર પેઇન્ટર છે. પોતાનાં બનાવેલાં પેઇ‌િન્ટંગ્સ વેચીને મળેલા પૈસા તે પોતાની બીઇંગ હ્યુમનની ચેરિટીમાં લગાવે છે. બોડીબિલ્ડર અને દમદાર એક્ટર સલ્લુભાઇની પેઇ‌િન્ટંગ્સના ઇન્ડસ્ટ્રીમાં બધાં દીવાના છે.

રિતિક રોશન-ફોટોગ્રાફીઃ માઇન્ડ બ્લોઇંગ બોડી અને ડાન્સમાં ફેમસ અભિનેતા રિતિક રોશનને ફોટોગ્રાફીનો પણ અદ્ભુત શોખ છે.

આમિર ખાન-ડ્રમ વગાડવું અને ચેસ રમવુંઃ મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન મ‌િલ્ટટેલેન્ટેડ પર્સન છે. ફિલ્મોમાં એક્ટિંગ કરવા ઉપરાંત તે ફિલ્મો પણ બનાવે છે. તેના ફેન્સને એ પણ જાણ હશે કે તે રોકસ્ટાર ડ્રમ્સ પણ વગાડે છે. આ ઉપરાંત તે શાનદાર ચેસ પ્લેયર પણ છે. એક વાર વિશ્વનાથન આનંદ સાથે પણ ચેસ રમ્યો હતો. વિશ્વનાથને કહ્યું હતું કે આમિર શાનદાર ગેમ રમ્યો. લાસ્ટમાં બંને સરખા પોઇન્ટ પર હતા.

‌જેકલીન ફર્નાન્ડીસ-પિયાનો પ્લેયરઃ ‘ચીટિયા ક્લાઇયાં’થી પોતાનું ડાન્સનું હુનર સાબિત કરનારી આ શ્રીલંકાની સુંદર અભિનેત્રી જેકલીન એક પ્રોફેશનલ પિયાનો પ્લેયર છે. તેણે પોતાનો પિયાનો વગાડતો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. •

divyesh

Recent Posts

રાફેલ ડીલ મુદ્દે રાહુલ ગાંધીનાં આકરા પ્રહાર, કહ્યું,”પ્રધાનમંત્રી ભ્રષ્ટ છે”

ન્યૂ દિલ્હીઃ રાફેલ વિમાનનાં કરાર પર ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંક્વા ઓલાંદનાં નિવેદન બાદથી કેન્દ્ર સરકાર આલોચનાઓનાં ઘેરે આવી ગઇ છે.…

13 mins ago

એક વાર ફરી પડદે દેખાશે નોરા ફતેહીનો “દિલબર” અંદાજ, ટૂંક સમયમાં આવશે અરબી વર્ઝન

મશહૂર બેલી ડાન્સર નોરા ફતેહી બોલીવુડ ફિલ્મ "સત્યમેવ જયતે"માં આઇટમ નંબર "દિલબર"થી લોકોનાં દિલમાં ધમાલ મચાવી ચૂકેલ છે. આ ગીતથી…

57 mins ago

અમદાવાદ શહેરમાં સ્વાઇન ફલૂથી વધુ એકનું મોત

અમદાવાદ: શહેરમાં સ્વાઇન ફલૂનો પ્રકોપ દિન-પ્રતિદિન વધતો જાય છે. ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે સ્વાઇન ફલૂથી ચાલુ મહિનાના ૧પ દિવસમાં ૧૦…

1 hour ago

Swiftનું સ્પેશિયલ એડિશન લોન્ચ, કિંમત આપનાં બજેટને અનુકૂળ

મારૂતિ સુઝુકીએ પોતાની સૌથી વધારે વેચાનારી કાર સ્વિફ્ટનું સ્પેશિયલ એડિશન લોન્ચ કરી લીધું છે. આ સાથે આ કારનાં માર્કેટમાં 12…

1 hour ago

ISI પ્લાન બનાવે છે, આતંકવાદી સંગઠન અંજામ આપે છેઃ એજન્સીઓનો રિપોર્ટ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં પોલીસ કર્મચારીઓનાં અપહરણ બાદ તેમની હત્યા પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠનોની ખતરનાક યોજનાનો ભાગ છે. સરકારને સુરક્ષા એજન્સીઓ…

2 hours ago

વિશ્વ ફરી એક વખત આર્થિક મંદીના આરે

નવી દિલ્હી: લેહમેન બ્રધર્સ નાદાર થયા બાદ ૧૦ વર્ષ પછી ફરી એક વખત વૈશ્વિક આર્થિક મંદીના સંકટની આશંકા વધી રહી…

2 hours ago