બોલિવુડમાં હંમેશા અનુભવી વ્યક્તિની સલાહ લેવી જોઇએ: હુમા

દિલ્હીની રહેવાસી હુમા કુરેશી કેટલીક શોર્ટ ફિલ્મો કર્યા બાદ અનુરાગ કશ્યપની ‘ગેંગ્સ અોફ વાસેપુર પાર્ટ-૨’થી ચર્ચામાં અાવી. ત્યારબાદ હુમાઅે ‘એક થી ડાયન’, ‘લવ શવ તે ચિકન ખુરાના’, ‘બદલાપુર’ અને ‘જોલી એલએલબી-૨’ જેવી ઘણી હિટ ફિલ્મો અાપી. હાલમાં હુમા પોતાની કરિયરના ખૂબ જ સારા સમયમાંથી પસાર થઈ રહી છે.

તે ફિલ્મ ‘કાલા’માં રજનીકાંત સાથે કામ કરવા જઈ રહી છે. તે કહે છે કે રજની સર જેવા અનુભવી અભિનેતા સાથે કામ કરવાનો અવસર મળતાં હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માની રહી છું. રજની સર મહાન અભિનેતા નહીં, મહાન વ્યક્તિ પણ છે. તેમને સેટ પર ક્યારેય કોઈ રિહર્સલની જરૂર હોતી નથી. તેઅો એક એવા અભિનેતા છે, જેમને કામ કરતાં જોઈને તમે ઘણું બધું શીખી જાવ છો. તેઅો નેચરલ એક્ટિંગના બાદશાહ છે.

અાજકાલ હુમા સારી ફિલ્મો કરી રહી છે. શું તે કોઈની સલાહથી ફિલ્મો સિલેક્ટ કરે છે. અા અંગે વાત કરતાં તે કહે છે કે હવે હું અે લાયક થઈ ગઈ છું કે મારા નિર્ણય જાતે લઈ શકું છું. હું એટલું જરૂર કહેવા ઇચ્છીશ કે જો કોઈ પ્રોબ્લેમ થાય તો હું અનુરાગ કશ્યપની સલાહ લઉંં છું. અા કારણે મને માર્ગદર્શન મળે છે.

હું માનું છું કે દરેક વ્યક્તિઅે બોલિવૂડમાં પોતાનાથી મોટી અનુભવી વ્યક્તિની સલાહ લેવી જોઈઅે, જેની સાથે તમારે કમ્ફર્ટ લેવલ હોય. અનુરાગ કશ્યપ ઉપરાંત મારા ભાઈ સાકીબની સલાહ પણ મારા માટે જરૂરી છે. હુમા ફિલ્મોમાં અાવી તે માટે તેના પિતા ખુશ ન હતા.

તે કહે છે કે હવે તેમના વિચારો બદલાઈ ગયા છે. હવે તો તેઅો પણ માને છે કે બોલિવૂડ લોકપ્રિયતા અાપનારું સારું ફિલ્ડ છે, જ્યારે કોઈ તેમને મારા કારણે સન્માન અાપે છે ત્યારે મારા પર તેઅો ગર્વ અનુભવે છે. •

You might also like