આ કંપનીની 40 ગાડીઓમાં થયાં છે બ્લાસ્ટ, ક્યાંક તમારી આસપાસ તો નથી ને….

કાર કંપની BMW સાઉથ કોરિયામાં એક મોટી મુશ્કેલીને લઇ પસાર થઇ રહી છે. સાઉથ કોરિયામાં સતત BMWની કારોનાં એન્જીનમાં કેટલાંક દિવસોથી બ્લાસ્ટ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. અત્યાર સુધી આવા બ્લાસ્ટ 40 ગાડીઓમાં થઇ ચૂકેલ છે.

તે તો ખરી પરંતુ બીજી બાજુ સાથે સાથે BMWની કારોને સાઉથ કોરિયામાં પાર્કિંગમાં ઉભી રાખવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવેલ છે. કંપનીએ આ ખામીનાં સામે આવ્યાં બાદ પોતાની લગભગ 106000 કારોને પરત બોલાવી લીધેલ છે.

આ બ્લાસ્ટનાં સમાચાર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ છે. જે કારણોસર #BMWphobia ટ્રેન્ડ કરી રહેલ છે. બ્લાસ્ટ થવાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખતા સાઉથ કોરિયાની સરકારે કારનાં અનેક મોડલ્સને બેન કરી દીધેલ છે.

જણાવવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ માત્ર 2011થી 2016ની વચ્ચે બની રહેલ મોડલ્સમાં થઇ રહેલ છે. આ કારણોસર કારોમાં લગાવેલ એગ્જોસ્ટ ગૈસ રિસક્યુલેશન કૂલરમાં ઉણપ દર્શાવવામાં આવી રહેલ છે.

જો કે કંપનીએ આ ઘટનાઓને લઇ માફી પણ માંગી છે. BMWનાં કન્ટ્રી હેડને આ મામલામાં જવાબ આપવા માટે સંસદમાં હાજર થવા માટે કહેવામાં આવેલ છે. સાઉથ કોરિયા સિવાય કંપની યૂરોપમાં પણ આવી જ સમસ્યાનો સામનો કરી રહેલ છે. યૂરોપમાં કંપનીની લગભગ 3 લાખ કારોમાં આવી જ કંઇક ખામી વિશે માલૂમ થયું છે. જો કે કંપની આ કારોમાં ખામીવાળા ભાગોને બદલવાનું કામ કરી રહેલ છે.

You might also like