BMCની 227 બેઠકો પર મતદાન, 10 નગર નિગમ, 11 જિલ્લા પરિષદો માટે મતદાન

મુંબઇ : મુંબઇની ગલીઓમાં કિંગ કોન? આજે મતદારો આ અંગનો નિર્ણય કરી દેશે. મુંબઇમાં BMC એટલે કે નગરનિગમની 227 બેઠકો પર મતદાનનો પ્રારંભ થઇ ચુક્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં 9 નગર નિગમ અને 11 જિલ્લા પરિષદ પર મતદાન યોજાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે બે દશક બાદ ભાજપ અને શિવસેનાનું ગઠબંધન નગરનિગની ચૂંટણીમાં અલગ-અલગ ચૂંટણી લડી રહ્યું છે.

આમ આ ચૂંટણીમાં શિવસેના સુપ્રિમો ઉધ્ધવ ઠાકરે સાથે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી છે. બીએમસી ચૂંટણીના ઇતિહાસ પર નજર નાખીએ તો 2012માં ભાજપ-શિવસેના સાથે મળીને ચૂ્ંટણી લડ્યા હતા. જેમાં શિવસેનાને 75 બેઠકો મળી હતી. જ્યારે 2007માં શિવસેનાએ 84 બેઠક પર જીત હાંસિલ કરી હતી. જ્યારે ભાજપે 2012માં 31 બેઠક તેમજ 2007માં 28 બેઠકો પર વિજય મેળવ્યો હતો. આરએસએસ સુપ્રિમો મોહન ભાગવતે નાગપુરમાં મત આપ્યો હતો.

http://sambhaavnews.com/

You might also like