BMCચૂંટણનું પરિણામ આજે, BJP-શિવસેના વચ્ચે પ્રતિષ્ઠાની લડત

મુંબઇઃ મહારાષ્ટ્રની 10 મહાનગરપાલિકાઓ અને 25 જિલ્લા પરિષદો સાથે 283 પંચાયત સમિતિઓના ચૂંટણી પરીણામની જાહેરાત આજે છે. ત્યારે આજે તમાની નજર દેશની સૌથી અમીર નગરપાલિકા બીએમસી પર રહેશે. મંગળવારે સરેરાશ 56.40 ટકા વોટિંગ થયું હતું. બીએમસીમાં વોટિંગ 55.53 ટકા થયું હતું. જે છેલ્લાં 25 વર્ષનું સૌથી વધારે મતદાન થયું છે.

બીએમસીની કુલ 227 સીટો છે. જેમાં 75 ટકા પહર પહેલેથી જ શિવસેનાનો કબજો છે. જ્યારે 52 સીટ પર કોંગ્રેસ અને 31 સીટો પર બીજેપી બીજા અને ત્રીજા નંબરની પાર્ટી છે. અહીં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની પાસે 28 સીટો છે. આ વખતે બીજેપીથી અલગ થઇને શિવસેના 202 માટે કરવામાં આવેલ આંતરિક સર્વેમાં 110 સીટો પર જીતનો દાવો કરી રહ્યું છે.

જ્યારે બીએમસીમાં બહુમતી માટે 114 સીટોની જરૂરત છે. અહીં બીજેપીનો દાવો છે કે પાર્ટી આ ચૂંટણીમાં નંબર વન પાર્ટી બનીને બહાર આવશે. જ્યારે કોંગ્રેસ-એનસીપી ગઠબંધની આશા ગ્રામીણ વિસ્તાર પર ટકેલી છે.

http://sambhaavnews.com/

You might also like