BMC Election Results: શિવસેનાએ દેખાડ્યો દમ, નિરૂપમે આપ્યું રાજીનામું

મુંબઇ: મહારાષ્ટ્રની 10 મહાનગરપાલિકાઓ અને 25 જિલ્લા પરિષદોની સાથે 283 પંચાયત સમિતિઓ માટે વોટોની ગણતરી શરૂ થઇ ગઇ છે. સિયાસી પંડિતોની નજર ખાસ કરીને દેશની સૌથી અમીર નગરપાલિકા એટલે BMC પર હશે. ઠાણેથી શિવસેના મેયર એચએસ પાટિલ પણ સીટ બચાવી શક્યા નથી. કોંગ્રેસની મુંબઇ એકમના અધ્યક્ષ સંજય નિરૂપમએ રાજીનામું આપી દીધું છે. એમની પાર્ટીના નેતા નારાયણ રાણે હાર માટે સંજય નિરૂપમના માથે નાંખ્યું હતું.

– 11:30 વાગ્યા સુધી પરિણામ શિવસેના 76, ભાજપ 33, કોંગ્રેસ 11 એનસીપી 4, એનએનએ 5
– ઠાણામાં શિવસેનાની જયશ્રી ફાટક જીતી
– નાગપુરમાં ભાજપને 13, કોંગ્રેસને 3 સીટો પર આગળ
– દાદરમાં ભાજપ આગળ
– આખા મહારાષ્ટ્રમાં શરૂઆતના પરિણામોમાં ભાજપનું સારું પ્રદર્શન રહ્યું છે. સોલાપુર, પિંપર ચિંચવાડ, અમરાવતી, નાસિક, નાગપુર, પુણામાં ભાજપ આગળ હતી

આ પરિણામ મુંબઇમાં ભાજપ અને શિવસેનાના ભવિષ્ય નક્કી કરનારું રહેશે. તો વળી આ સીધા મુકાબલામાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની શાખ સીધી દાવ પર લાગેલી છે. કેમ કે બંને એ પોતાના પક્ષ માટે પ્રચારની કમાન સંભાળી હતી.

નોંધનીય છે કે મંગળવારે યોજાયેલા મતદાનમાં 56 ટકા મતદાન થયું હતું. જયારે BMCમાં 55 ટકા મતદાન થયું હતું.  કુલ 3 કરોડ 77 મતદારો 17 હજાર 331 ઉમેદવારોના ભાવિ નક્કી કરી ચૂક્યા છે.

You might also like