Categories: Ahmedabad Gujarat

BRTS કોરિડોર ઝળાહળા ગામતળ વિસ્તારોમાં અંધારપટ

અમદાવાદ: મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનું વિકાસલક્ષી જંગી બજેટ રજૂ કરાય છે. આગામી નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯નું રૂ.૬પપ૧ કરોડનું બજેટ તા.૧ એપ્રિલથી અમલમાં મુકાશે. જો કે જાણ્યે-અજાણ્યે તંત્ર પ્રજાલક્ષી રોજબરોજના જીવનને સ્પર્શતી બાબતોની ઉપેક્ષા કરે છે.

એટલે નાગરિક દૂષિત પાણી, ઊભરાતી ગટર, તૂટેલા રસ્તા અને બંધ સ્ટ્રીટ લાઇટ જેવા પ્રશ્નોથી હરહંમેશ પરેશાન રહે છે તેમાં પણ શહેરના ગામતળ વિસ્તારના લોકો સવિશેષ હાડમારી ભોગવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ગામતળ વિસ્તારમાં સ્ટ્રીટલાઇટનાં ધાંધિયાં છે. પરંતુ સત્તાવાળાઓ રાબેતા મુજબ કોઇ ઉકેલ લાવતા નથી.

અમદાવાદનું વર્ષ ૧૯પ૧માં પર ચો.કિ.મીનું ક્ષેત્રફળ હતું જે વર્ષ ૧૯૮૭માં ૧૯૦ ચો.કિ.મી. અને વર્ષ ર૦૦૭માં ૪૬૬ ચો.કિ.મી.નું થયું હતું. શહેરનું ક્ષેત્રફળ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ વધુને વધુ ગામતળ વિસ્તારનો કોર્પોરેશનમાં સમાવેશ થતો જાય છે.

જો કે આજે પણ આ ગામતળ વિસ્તારમાં સામાન્ય જનલક્ષી સુવિધાનો અભાવ જોવા મળે છે. ગામતળ વિસ્તારનો શહેરમાં સમાવેશ કરવાથી ગૌચરની જમીન નાબૂદ થતી ગઇ અને રખડતાં ઢોરની સમસ્યાએ માઝા મૂકી છે. તેવી રીતે ગામતળ વિસ્તારમાં પાણી, ગટર, રસ્તા, સ્ટ્રીટલાઇટના પ્રશ્ન યથાવત રહેવા પામ્યા છે. ગામતળ વિસ્તારના નાગરિકો તંત્રનો આકરો પ્રોપર્ટી ટેક્સ, પાણી-ગટર વેરો ચૂકવે છે. પરંતુ સત્તાવાળાઓની ઉપેક્ષાને કારણે ગામતળ વિસ્તારમાં સારી ફૂટપાથ પણ જોવા મળતાં નથી.

શહેરનું ક્ષેત્રફળ જેમ જેમ વધતું ગયું તેમ તેમ ચુંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે કોર્પોરેટરની સંખ્યામાં પણ વધારો થયો છે. અગાઉ ૧૯પ૧માં શહેરમાં ૬૪ કોર્પોરેટર હતા અને આજે શહેરમાં ૧૯ર કોર્પોરેટર છે. અત્યારે કુલ ૪૮ વોર્ડમાં વોર્ડ દીઠ ચાર કોર્પોરેટરની પેનલ કરાઇ છે. કોર્પોરેટરનું વાર્ષિક બજેટ રૂ.રપ લાખનું થશે એટલે કે દર વર્ષે વોર્ડ દીઠ રૂ.૧ કરોડ કોર્પોરેટર બજેટમાંથી વિવિધ જનલક્ષી કામ માટે ઉપયોગમાં લઇ શકાશે. તેમ છતાં વહીવટીતંત્રની જેમ મોટાભાગના કોર્પોરેટરો પણ પોતાના બજેટનો દુરુયોગ કરે છે.

ગામતળ વિસ્તારમાં એલઇડી સ્ટ્રીટલાઇટ નાખવાને બદલે પોતાના વોર્ડના અન્ય વિસ્તારમાં એલઇડી સ્ટ્રીટલાઇટ મૂકાવે છે. ટ્રી ગાર્ડ, બાંકડા વગેરેની પાછળ મહંદશે કોર્પોરેટર બજેટ વપરાય છે. તેમાં પણ વ્યાપક કૌભાંડ આચરાય છે. સૂત્રો કહે છે, ગામતળ વિસ્તારમાં પૂર્વ અમદાવાદ કે પશ્ચિમ અમદાવાદ એવા ભેદભાવ નથી. પશ્ચિમ અમદાવાદના પાલડી, કોચરબ, માદલપુર, રાણીપ, વાડજ જેવા ગામતળ વિસ્તારમાં જોઇએ તેવી પ્રાથમિક સુવિધા નથી.

બીજી તરફ લાઇટ વિભાગ બીઆરટીએસ કોરિડોરને પપ૦૦થી વધુ એલઇડી સ્ટ્રીટલાઇટથી ઝળહળતું કરવા જહેમત ઉઠાવે છે. બીઆરટીએસ કોરિડોર પર પરંપરાગત સોડિયમ લાઇટને બદલે એલઇડી લાઇટ આવકારદાયક છે પણ તેનો અર્થ ગામતળ વિસ્તારમાં બંધ સ્ટ્રીટલાઇટથી અંધારું ફેલાય તે બાબત કેટલા અંશે વ્યાજબી છે તેવું મ્યુનિસિપલ વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.

divyesh

Recent Posts

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની…

1 day ago

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો…

1 day ago

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી.…

1 day ago

સાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે

અમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી…

1 day ago

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

1 day ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

1 day ago