શું બંધ થઇ જશે વોટ્સએપ…! જાણો શું છે કારણ

વોટસએપ, આજે લોકોમાં બહુ જ ખાસ બની ગયું છે. એક એવું મેસેજિંગ એપ્લિકેશનનો જેને દુનિયાભરમાં સૌથી વધારે ઉપયોગ થાય છે. જો કે વોટસએપ માટે મુશ્કેલી સર્જાઇ છે, જેનું કારણ છે બ્લેકબેરી.બ્લેક બેરી થોડા વર્ષો પહેલા પોતાના ક્વાર્ટી સ્માર્ટફોન માટે જાણીતું હતું. બ્લેકબેરી ફરી એકવાર સમાચારમાં છે.

પરંતુ આ વખતે કોઇ નવી ટેકનિક માટે નહીં પરંતુ ફેસબુક પર કેસ કરવા બદલ છે. બ્લેકબેરીએ ફેસબુક પર મેસેંજર, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ માટે પોતાની પેટન્ટ ટેકનીકની ચોરીનો આરોપ લગાવ્યો છે. બ્લેકબેરીનું કહેવું છે કે સોશિયલ મિડિયાના દિગ્ગજ પર પોતાના લોકપ્રિય ઇન્સ્ટેન્ટ મેસેજિંગ એપ્લિકેશનમાં બ્લેકબેરીની ટેકનીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

2000ની સાલમાં બ્લેકબેરનું મેસેન્જર એપ્લિકેશન બ્લેકબેરી મેસેન્જર સૌથી વધુ લોકપ્રિય હતું. હવે બ્લેકબેરીનું કહેવું છે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટસએપ હવે બ્લેકબેરી દ્વારા કરાયેલ ડિઝાઇન ટેકનિકનો ઉપયોગ કરી રહી છે. કંપનીમાંથી આવેલ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અમે દાવો કરીએ છીએ કે ફેસબુકે અમારી ઇન્ટલેકચુઅલ પ્રોપર્ટી ની ચોરી કરી છે.

બ્લેકબેરી ઇચ્છે છે કે ફેસબુક પોતાની પ્રાઇમરી એપ બંધ કરી દે. કંપની પોતાના નુકસાનની ભરપાઇમાં થોડી રાહત ઇચ્છે છે. ફેસબુક મેસેન્જર, વર્કપ્લેસ ચેટ, વોટસએપ અને ઇન્સ્ટાગ્રામને પણ બંધ કરે.

બ્લેકબેરી મુજબ ફેસબુકે ઘણા બધા ફીચર્સની ચોરી કરી છે. જેમાં ઇનબોક્સમાં મલ્ટીપલ ઇનકમિંગ મેસેજ, કોઇપણ આઇકનની ઉપર અનરીડ મેસેજ ઇન્ડીકેટ દેખાડવું, ફોટો ટેગ સિલેકટ કરવું અને હવે મેસેજમાં ટાઇમસ્ટેમ્પ શો કરવા જેવા ફીચર્સનો સમાવેશ થાય છે.

 

You might also like