IMFએ કાળાં નાણાંને રોકવાના સરકારનાં પગલાંનું સમર્થન કર્યું

વોશિંગ્ટન: ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ આઇએમએફએ ભારત સરકાર દ્વારા કાળાં નાણાં તથા વધતા જતા ભ્રષ્ટાચારને અંકુશમાં મૂકવા લેવાયેલ પગલાંને સમર્થન કર્યું છે, પરંતુ દેશની અર્થવ્યવસ્થામાં ઓછામાં ઓછી મુશ્કેલી પડે તેનું પણ ધ્યાન રાખવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. દેશમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને કરચોરીને નાથવા માટે સરકારે ચોંકાવનારો આશ્ચર્યજનક રૂ. ૫૦૦ અને ૧,૦૦૦ના દરની નોટોને બુધવારથી ચલણમાંથી દૂર કરી દીધી હતી.

આઇએમએફના પ્રવક્તા ગેરી રાઇસે કહ્યું હતું કે અમે ભારતમાં ભ્રષ્ટાચાર અને કાળાં નાણાંનાં સરકાર દ્વારા લેવાયેલ પગલાંને સમર્થન કરીએ છીએ. ભારતીય અર્થવ્યવસ્થામાં દૈનિક કામકાજમાં રોકડ વ્યવહારની ખોટી ભૂમિકા હોય છે. આવા સંજોગોમાં સાવધાનીપૂર્વક નાણાકીય વ્યવહાર કરવા જોઇએ, જેથી ઓછામાં ઓછો અવરોધ થઇ શકે.

You might also like