VIDEO: વ્યાજખોરો થઇ રહ્યાં છે બેફામ, વ્યાજભૂખ્યાં નેતાએ વટાવી દીધી શોષણખોરીની હદ

ગુજરાતઃ રાજ્યમાં વ્યાજખોરોનાં આતંકની ઘટના વારંવાર પ્રકાશમાં આવતી રહે છે. સરકાર વ્યાજખોરો પર લગામ કસી રહી હોવાનાં બણગાં ફૂંકી રહી છે. બરાબર તેવાં જ સમયે અમદાવાદ યુવા ભાજપનાં જ વ્યાજ ભૂખ્યા નેતા રાહુલ સોનીએ તો શોષણખોરીની હદ વટાવી દીધી. તેણે 80 લાખનાં બદલામાં રૂપિયા 10 કરોડની મિલ્કત પડાવી લીધી.

તેણે હિપોલિનનાં વિવેક શાહનું જીવન ઝેર કરી નાખ્યું છે. તો પણ હજુ ભાજપનાં આ વ્યાજ ભૂખ્યાં નેતાની ભૂખ ભાંગી નથી. રૂ.10 લાખનાં બદલે તેણે અમાનવીય રીતે વસૂલાત કરી. એક તરફ સરકાર વ્યાજખોરો અને અપરાધીઓ સામે લાલ આંખ કરવાની વાતો કરી રહી છે. ત્યારે અમદાવાદ યુવા ભાજપનાં જ મંત્રી દ્વારા જ ગેરકાયદેસર વ્યાજખોરી અને દાદાગીરીનો ધંધો આચરવામાં આવ્યો હોવાની એક ઘટના સામે આવી છે.

વર્ષ 2014માં હિપોલીન કંપનીનાં ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યાં બાદ વિવેક શાહે ધંધો કરવા માટે ભાજપનાં નેતા રાહુલ સોની પાસેથી 80 લાખ રૂપિયા દોઢ ટકા વ્યાજે લીધાં હતાં. નક્કી થયાં પ્રમાણે તો વ્યાજનો દર દોઢ ટકા હતો પરંતુ ત્રણ મહિનામાં રાહુલનાં ઈરાદા છતાં થઈ ગયાં. રાહુલ સોની પોતે ભાજપનો નેતા છે અને તે અમદાવાદમાં રહે છે.

ત્રણ મહિનામાં રાહુલે દરરોજનું દોઢ ટકા વ્યાજ માગવાનું શરૂ કર્યું. વિવેક પાસે જેટલી સંપત્તિ હતી તેટલી આ વ્યાજખોરોએ મળીને પોતાનાં નામે કરી લીધી. રોકડા નાણાં, પત્નીનાં દાગીના, જમીન, મકાન, પ્લોટ તમામ સંપત્તિ એક પછી એક વ્યાજખોરોએ પો તાનાં નામે કરી લીધી.

વિવેક શાહે ધંધો કરવા માટે ભાજપનાં નેતા પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતાં. રાહુલ સોની પાસેથી 80 લાખ રૂપિયા દોઢ ટકા વ્યાજે લીધાં હતાં. નક્કી થયાં પ્રમાણે તો વ્યાજનો દર દોઢ ટકા હતો. રાહુલે દરરોજનું દોઢ ટકા વ્યાજ માગવાનું શરૂ કર્યું. વિવેક પાસેની સંપત્તિ વ્યાજખોરોએ પોતાનાં નામે કરી લીધી છે. રોકડા નાણાં, પત્નીનાં દાગીના, જમીન, મકાન, પ્લોટ પણ હડપ કરી લીધો છે.

વિવેક શાહે એમ જણાવ્યું હતું કે, તેણે રાહુલ પાસેથી ઉઘાર લીધેલા 80 લાખનાં બદલામાં રાહુલ અને તેનાં સાગરીતોએ 10 કરોડ પડાવ્યાં હતાં તેમજ રાહુલ અને મળતિયાએ મળીને તેની માતાનાં એક કરોડનાં સોનાનાં દાગીના, તેનું ફાર્મ હાઉસ, તેનો બંગલો તેમજ તેની BMW કાર પણ પડાવી લીધી છે. આ સાથે જ તેણે એવો આક્ષેપ પણ લગાવ્યો હતો કે રાહુલ અને તેનાં સાગરીતોને ભાજપનાં મોટા નેતાઓ છાવરી રહ્યાં છે.

આ મામલે વિવેક શાહે યુવા ભાજપનાં નેતાઓ રાહુલ સોની અને દર્શક રાવલ પર પઠાણી ઉઘરાણીનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત તેણે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, નોટબંધી સમયે રાહુલે તેનાં ખાતામાં 25 કરોડનું કાળુ નાણું જમા કરાવ્યું હતું અને તેને વ્હાઈટ કરાવ્યું હતું.

You might also like