દારૂબંધીના લીરેલીરા, ભાજપના કાર્યકર્તાઓએ જ મહેફિલ માણી, વીડિયો થયો વાયરલ

એક તરફ ભાજપની રાજ્ય સરકાર ખુદ રાજ્યમાં દારૂબંધી માટે કડક નિયમો લાવી રહી છે, તો બીજી તરફ ભાજપના જ કેટલાક કાર્યકર્તાઓ દારૂબંધીના નિયમોના લીરે લીરા ઉડાડતા જોવા મળી રહ્યા છે.

વડોદરામાં ભાજપના કાર્યકર્તાઓ દારૂની મહેફિલ માણતા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વડોદરામાં ભાજપના 5 કાર્યકરો મહેફિલ માણતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયો છે, જેમાં ભાજપના મહેશ રાજ, ધવલ રાજ, શૈલેષ પરમાર, જિગ્નેશ પરમાર અને કમલેશ રોહિત નજરે પડી રહ્યા છે.

એક તરફ સરકાર દ્વારા રાજ્યમાં કડક દારૂબંધીનો અમલ કરવાની વાત કરવામાં આવી રહી છે. દારૂ પીનારા લોકો સામે કાયદાકીય રીતે પગલાં લેવામાં આવશે તેવા વાયદા કરી રહી છે અને બીજી તરફ તેમના જ કાર્યકર્તાઓ દારૂ પીને મજા કરતા જોવા મળી રહ્યા છે.

જો ભાજપના કાર્યકર્તાઓ આ રીતે દારૂ પીશે તો તેઓ પ્રજાને શું મેસેજ આપશે? જો કે હવે આ વીડિયો વાયરલ થતાં દારૂની મહેફિલ માણતા આ ભાજપના કાર્યકરો સામે ભાજપ સરકાર શું પગલાં લે છે તે જોવું રહ્યું.

આ ભાજપના કાર્યકર્તાઓ દારૂની મહેફિલની સાથે સિગારેટનું પણ સેવન કરતા જોવા મળી રહ્યા છે. મહેફિલ માણનાર સાથીઓમાંના જ એક શખ્સે વીડિયો બનાવ્યો છે અને પાછો કાયદાનો ડર ના હોય તેમ વીડિયો વાયરલ પણ કર્યો છે.

Navin Sharma

Recent Posts

બેન્ક પર ગયા વગર 59 મિનિટમાં મળશે લોન

નવી દિલ્હી: નાણાં મંત્રાલયે એમએસએમઇ લોન પ્લેટફોર્મને લઇને એક મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ હવે એમએસએમઇને બેન્કની બ્રાન્ચ…

1 hour ago

ગુજરાતમાં ઓલા-ઉબેરને ફટકોઃ 20 હજાર કેબ જ રાખી શકશે

નવી દિલ્હી: ગુજરાત સરકારે રાજ્યમાં ઓલા, ઉબેર અને એપ દ્વારા કેબ સર્વિસ આપનારી કંપનીઓનું ફ્લિટ ૨૦ હજાર કેબ સુધી મર્યાદિત…

1 hour ago

‘માય બાઇક’ના ધુપ્પલ પર પાંચ વર્ષે બ્રેકઃ કોન્ટ્રાક્ટ રદ કરી દેવાયો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓને ફરીથી શહેરમાં સાઇકલ શે‌રિંગનું ઘેલું લાગ્યું છે. આગામી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ સાઇકલ શે‌રિંગની દરખાસ્ત મૂકીને પુનઃ…

2 hours ago

મેટ્રો પ્રોજેક્ટમાં મજૂરોને ટિફિન સપ્લાયના બહાને વેપારીને 13 લાખનો ચુનો લગાવ્યો

અમદાવાદ: નરોડા રોડ પર અશોક મિલ પાસે રહેતા અને કેટરર્સનો વ્યવસાય કરતા યુવક સાથે રાજસ્થાનના લેબર કોન્ટ્રાકટરે રૂ.૧૩ લાખની છેતર‌પિંડી…

2 hours ago

`આધાર’ પર સુપ્રીમ ચુકાદો: સુપ્રીમ કોર્ટે શરતો સાથે આધાર કાર્ડને આપી માન્યતા

નવી દિલ્હી: આધારકાર્ડની બંધારણીય કાયદેસરતા અને યોગ્યતાને લઇને સુપ્રીમ કોર્ટના પાંચ જજની બેન્ચે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં જણાવ્યું હતું કે આધાર…

2 hours ago

રાજ્ય સરકાર ઇચ્છે તો પ્રમોશનમાં અનામત આપી શકે છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં અનામતના મામલાને સુપ્રીમ કોર્ટે સાત જજની બેન્ચ પાસે મોકલવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે નાગરાજ…

2 hours ago