Categories: India

સિદ્ધૂ બાદ કિર્તી અને શત્રુધ્ન પણ AAP માં જોડાશે! કુમાર વિશ્વાસે ટ્વિટ કરી કર્યો ઇશારો

નવી દિલ્હી: ચૂંટણી આવતાંની સાથે જ પાર્ટી બદલવાની સિઝન શરૂ થઇ ગઇ છે. ભાજપ છોડીને જનારાઓની સંખ્યા વધતી જાય છે. બે દિવસ પહેલાં જ નવજોત સિંહ સિદ્ધૂએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. નવજોત સિંહ સિદ્ધૂની પત્નીએ ઇશારો કર્યો કે તેમના પતિની પાસે આમ આદમી પાર્ટી ઉપરાંત કોઇ વિકલ્પ નથી. એવામાં હવે જે સમાચાર આવી રહ્યાં છે તે ભાજપ માટે વધુ ચિંતાનો વિષય છે.

જો કે ભાજપના વધુ બે દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં સામેલ થાય તેવા અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે. આપ નેતા કુમાર વિશ્વાસે ટ્વિટ કરી આ તરફ ઇશારો કર્યો છે. કુમાર વિશ્વાસે ટ્વિટ કર્યું છે કે ‘આપ’ની ‘શત્રુધ્ન’ કિર્તી’ સિદ્ધ થવાને છે.

જો કુમાર વિશ્વાસના આ ટ્વિટનો અર્થ કાઢવામાં આવે તો કીર્તિ (આઝાદ), શત્રુધ્ન (સિંહા) અને સિદ્ધૂ (નવજોત) આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે. જો આમ થાય છે તો પંજાબ અને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપને આકરો ઝટકો લાગવાનો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાર્ટીથી નારાજ નવજોત સિંહ સિદ્ધૂએ 18 જુલાઇના રોજ રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું હતું. તો બીજી તરફ નાણામંત્રી અરૂણ જેટલી વિરૂદ્ધ મોરચો ખોલવા પર પાર્ટીમાંથી સંસ્પેડેડ સાંસદ કીર્તિ આઝાદની પત્નીએ પણ આપમાં જોડાવવાના સંકેત આપ્યા છે. જ્યારે પોતાના નિવેદનો અને પીએમ મોદી વિરૂદ્ધ બોલવાના બદલે શત્રુધ્ન સિંહા ઘણીવાર પાર્ટી હાઇકમાન્ડની નારાજગીનો સામનો કરી રહ્યાં છે. એવામાં આ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇ એમાં કોઇ આશ્વર્યની વાત નથી.

admin

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

17 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

17 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

17 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

17 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

17 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

17 hours ago