BJP અધ્યક્ષ અમિત શાહ UPની મુલાકાતે, સરકાર અને પક્ષમાં મોટા ફેરફારની શક્યતા

ઉત્તર પ્રદેશમાં ચારે બાજુએથી ઘેરાયલી રાજ્યની યોગી સરકારને નવી દિશા બતાવવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે લખનઉ પહોંચી રહ્યાં છે. અમિત શાહે આજે બપોરે ઉત્તર પ્રદેશની મુલાકાતે પહોંચશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રદેશ અને સંગઠન અને સરકારને મંથન કરશે. અમિત શાહના પાર્ટીના પ્રદેશ મુખ્યાલયમાં વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરશે.

અમિત શાહનો ઉત્તર પ્રદેશનો પ્રવાસ એવા સમયે થઇ રહ્યો છે કે જ્યારે પક્ષ અને સરકાર સામે ઘણા અલગ-અલગ પડકારો છે. 2019ની લોકસભાની ચૂંટણીને લઇને અમિત શાહનો આ પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપને કેન્દ્રમાં બહુમતિ માટે ઉત્તર પ્રદેશે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ઉત્તર પ્રદેશની 13 વિધાન પરિષદ બેઠકો માટેની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. 13માંથી 11 બેઠક પર ભાજપની જીત નક્કી માનવામાં આવી રહી છે. ભાજપે પોતાના ઉમેદવાર હજુ સુધી જાહેર કર્યા નથી. એવામાં વિધાનસભા પરિષદના નામોને લઇને અમિત શાહ પક્ષના નેતાઓ સાથે મંથન કરે તેવી શક્યતા જોવા મળી રહી છે.

કેન્દ્રમાં મોદી સરકારના ચાર વર્ષપુરા થયા અને યોગી સરકારનું એક વર્ષ પુરુ થઇ ગયું છે. ભાજપને અંદર અને બહાર બંને બાજુએથી પડકાર મળી રહ્યો છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે અમિત શાહની આ મુલાકાતથી પક્ષમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ પર લગામ માટે નવી ફોર્મ્યુલા આપે. યુપીમાંથી ચાર દલિત સાંસદોએ વિરોધ દર્શાવ્યો હતો. આ સિવાય પક્ષના થોડા ધારાસભ્યોમાં પણ અસંતોષ સામે આવી રહ્યો છે.

You might also like