Categories: Gujarat

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો અાજે જન્મદિવસ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો અાજે જન્મદિવસ છે. તા.૨૨-૧૦-૧૯૬૪ના રોજ મુંબઈમાં જન્મેલા અમિત શાહ અાજે જીવનયાત્રાનાં પર વર્ષ પૂર્ણ કરીને ૫૩મા વર્ષમાં પ્રવેશ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી, ઉત્તર પ્રદેશના પ્રભારી અને ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન તરીકે પ્રશંસનીય કામગીરી કરી ચૂકેલા અમિત શાહ અાધુનિક રાજકારણના ‘ચાણક્ય’ ગણાય છે. ચૂંટણી જીતવા માટેની અસરકારક વ્યૂહરચના ઘડવામાં તેઓ માહેર છે અને સંગઠનને મજબૂત બનાવવા અાકરા નિર્ણય લેવા માટે પણ જાણીતા છે. બીએસસી સુધીનો અભ્યાસ કરનાર અમિત શાહ શરૂઅાતમાં શેર ટ્રેડિંગના કારોબાર સાથે સંકળાયેલા હતા. બાળપણથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા અમિત શાહ યુવા વયમાં ભાજપમાં જોડાયા અને સહકારી ક્ષેત્રમાં અાગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

૧૯૯૭માં પેટાચૂંટણી જીતીને અમિત શાહ નવમી વિધાનસભામાં ધારાસભ્ય તરીકે પ્રવેશ્યા હતા. ૧૧મી વિધાનસભા ચૂંટણીમાં સરખેજ મતવિસ્તારમાં જંગી બહુમતીથી ચૂંટાઈને તેમણે વિક્રમ સર્જ્યો હતો. તેઅો ૧૯૯૮, ૨૦૦૨ અને ૨૦૦૭માં સરખેજ મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વ સંભાળ્યા બાદ અમિત શાહે મહારાષ્ટ્ર, હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને અાસામની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જીત અપાવી હતી. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં અમિત શાહની વ્યૂહરચનાથી ભાજપ ૮૦માંથી ૭૩ બેઠક જીતવામાં સફળ રહ્યો હતો. જુલાઈ-૨૦૧૪માં અમિત શાહની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ હતી.

૨૪ જાન્યુઅારી, ૨૦૧૬ના રોજ તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ફરી પસંદ કરવામાં અાવ્યા હતા. અાજે તેમના જન્મદિન નિમિત્તે અમદાવાદ શહેર ભાજપ દ્વારા રક્તદાન, નિદાન કેમ્પ અને હોસ્પિટલોમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ જેવા વિવિધ કાર્યક્રમોનું અાયોજન કરવામાં અાવ્યું છે. ‘સમભાવ’ પરિવાર તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવે છે.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 days ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 days ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 days ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 days ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 days ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago