VIDEO: સત્તાનો પાવર, મથુરાનાં ધારાસભ્ય અને તેનાં પુત્રની દાદાગીરી CCTVમાં કેદ

મથુરાઃ ખુરશીનો પાવર ક્યારેક નેતાઓનાં સર પર ચઢી જતો હોય છે. ઉલ્લેખનીય છે કે આવાં જ એક ધારાસભ્યની દાદાગીરીનો એક વીડિયો સામે આવી રહ્યો છે કે જેઓ હાલ મથુરામાં ટોક ઓફ ધી ટાઉન બન્યાં છે. મથુરાની બલદેવ વિધાસભાનાં વર્તમાન ધારાસભ્ય પૂરન પ્રકાશ અને તેમનાં દીકરાનું આ કારસ્તાન છે.

પુરન પ્રકાશ તેમનાં સાથીઓ સાથે સ્થાનિક ટોલ પ્લાઝામાંથી પસાર થયાં. એવાં સમયે ટોલ પ્લાઝા કર્મચારીએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો. જો કે VVIP ટ્રેકમાં હોવાંથી તેમની ગાડી સડસડાટ આગળ વધી હતી.

આ દરમ્યાન બેરિયર તેમની ગાડી પર આવી જતાં ધારાસભ્યનાં પુત્રે મારામારી શરૂ કરી દીધી હતી. જો કે મથુરામાં બનેલ આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થતાં આ મામલો સામે આવ્યો હતો.

You might also like