Video: નવી સરકારને ગ્રહણ? પુરુષોત્તમ સોલંકી નારાજ, કમલમ્ ખાતે આજે બેઠક

રાજ્યમાં ભાજપની નવી સરકાર બની ત્યારથી જ કોઈને કોઈ નારાજ થઈને ચાલી રહ્યું છે. પહેલા નીતિન પટેલ ત્રણ દિવસ સુધી કાર્યાલય પર ન પહોંચ્યા અને આખરે નાણાં મંત્રાલય લઈને જ માન્યા. હવે ભાજપના અન્ય નેતાઓ પણ નારાજ જોવા મળી રહ્યા છે.

નીતિન પટેલ બાદ ભાજપના પુરુષોત્તમ સોલંકી ભાજપ સામે બંડ પોકારીને બેઠા છે. બીજી તરફ વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ પણ ભાજપથી નારાજ છે અને હવે જેઠાભાઈ ભરવાડ પણ નારાજગીનો સૂર છેડી રહ્યા છે.

આ મામલે આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપની બેઠક યોજાવાની છે. સવારે 10 કલાકે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠક યોજાશે. આ બેઠકમાં મંત્રી પુરૂષોત્તમ સોલંકી અને જેઠા ભરવાડના વલણ અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.

ઉપરાંત આ બેઠકમાં આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની રણનીતિ ઘડવામાં આવશે અને ચૂંટણીમાં ગુમાવાયેલી બેઠકો અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં તમામ જિલ્લાના પ્રમુખ ઉપસ્થિત રહેશે.

You might also like