Video : મહારાષ્ટ્રનાં નેતાએ ચાલુ બસે મહિલા સાથે માણ્યું સેક્સ

મુંબઇ : મહારાષ્ટ્રનાં ગઢચિરોલી જિલ્લામાં ભાજપનાં વધારે એક નેતાની કામલીલાનો પર્દાફાશ થયો છે. કચ્છનાં નાલિયાની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં મહારાષ્ટ્રમાં પણ ભાજપનાં એક નેતાએ ચાલતી બસમાં મહિલા સાથે સંબંધ બનાવ્યાનો વીડિયો વાઇરલ થતા મહારાષ્ટ્ર સરકાર ડિફેન્સિવ મોડમાં આવેલી જોવા મળી રહી છે.

હાલમાં જ ભાજપનાં એક યુવા નેતાનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે ચાલતી બસમાં એક મહિલા સાથે જાહેરમાં સેક્સ સંબંધ બાંધતો હોય તેવું જોઇ શકાય છે. બસમાં રહેલા સીસીટીવીમાં આ સમગ્ર કામલીલાનો પર્દાફાશ થયો છે. જો કે આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી છે જ્યારે યુવતીએ કથિત રીતે આરોપ લગાવ્યો છે કે નેતાએ તેને લગ્નની લાલચ આપીને તેની સાથે સંબંધો બાંધ્યા હતા.

વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે ભાજપનો નેતા રવિન્દ્ર બાવનથડે એક મહિલાને અચાનક બસની પાછલી ખાલી સીટોમાં લઇને આવે છે. બસ નાગપુરથી ગઢચિરોલી જિલ્લાનાં ચંદ્રપુર જઇ રહી છે. પાછળની સીટો પર નેતા મહિલા સાથે સેક્સ સંબંધો બાંધે છે. મુસાફરોની હાજરીમાં નેતાની આ હરકત ચર્ચાનો વિષય બની છે.જો કે મહિલાની ફરિયાદ બાદ નેતા ફરાર થઇ ગયો છે. જો કે નેતા સાથે જોડાયેલ આ કેસમાં પોલીસે કોઇ ટીપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે. કાર્યવાહી પણ માત્ર કાગળ પર થઇ હોય તેવું લાગી રહ્યું છે.

You might also like