VIDEO: આગામી વિધાનસભાની ચૂંટણીમાં ફરી બીજેપીની સરકાર આવશે: સંજય જોષી

સુરતઃ ભાજપનાં નેતા સંજય જોષી હાલ સુરતની મુલાકાતે છે. ત્યારે સુરતમાં તેમણે પાલ સિદ્ધિવિનાયક મંદિર ખાતે કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમ્યાન તેમણે પત્રકારોને સંબોધતા ચૂંટણી વિશે નિવેદન આપતાં કહ્યું કે,”આગામી વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વખત બીજેપીની સરકાર આવશે.”

ત્યાર બાદ તેમણે ચૂંટણીની જવાબદારી વિશે જણાવતાં કહ્યું કે હું ભાજપનો સક્રિય કાર્યકર્તા છું અને વિપક્ષની કોંગ્રેસની સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ હંમેશા જાતીવાદમાં ભાગલા પાડે છે અને તે હાલ પણ એજ કરી રહી છે.

You might also like