VIDEO: જીતુ વાઘાણી મીડિયા સમક્ષ આવીને માફી માગેઃ દાનસંગ મોરી

જીતુ વાઘાણી અને રાજપૂત સમાજનાં આગેવાન દાનસંગ મોરીનો વિવાદને લઈ એક નવો જ વળાંક આવ્યો છે. જીતુ વાઘાણી સાથેનાં સમાધાન મુદ્દે દાનસંગ મોરીએ જણાવ્યું કે વાઘાણીએ માફી નથી માગીએ રાજપૂત સમાજની બાબત છે.

વાઘાણીએ અમિત શાહનાં નિવાસસ્થાને મળેલી બેઠકમાં માફી માગી હતી. સમાજનાં અગ્રણીઓની હાજરીમાં માફી માગી હતી. જેમાં જશા બારડની પણ હાજરી ઉપસ્થિત હતી. પરંતુ હવે જીતુ વાઘાણી ફરી ગયા છે.

જીતુ વાઘાણી ફરી વાર હવે મીડિયા સમક્ષ આવીને માફી માગે. જો તેઓ માફી નહીં માગે તો ફરીથી આંદોલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને રાજપૂત સમાજ વચ્ચે થોડા સમય પહેલા સમાધાન થઈ ગયું તેવા સમાચાર પ્રાપ્ત થયા હતા. રાજપૂત સમાજે જીતુ વાઘાણીનો સખત વિરોધ પ્રદર્શન કર્યો હતો.

રાજપૂત સમાજે જીતુ વાઘાણી સામે બુધેલ ગામની જમીન પચાવી પાડવાનો આરોપ લગાવ્યો હતો. બુધેલ ગામનાં સરપંચ દાનસંગ મોરીને ખોટી રીતે ફસાવ્યાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ સમાધાન થઈ ગયાનાં સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. પરંતુ ફરીથી દાનસંગ મોરીએ જીતુ વાઘાણી મીડિયા સમક્ષ આવીને માફી માગે તેવું નિવેદન આપ્યું છે.

You might also like