Categories: India Top Stories

BJP નો 39મો સ્થાપના દિવસ, અમિત શાહ મુંબઇમાં 3 લાખ કાર્યકર્તાઓને સંબોધન કરશે

કેન્દ્ર સહિત દેશના 21 રાજ્યોમાં સત્તા પર બેસેલ ભારતીય જનતા પાર્ટી આજે પોતાનો 39માં સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે. ભાજપ દ્વારા દેશભરમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે મુંબઇમાં ત્રણ લાખ કાર્યકર્તાઓને સંબોધન કરશે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 સંસદીય ક્ષેત્રોના કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના સ્થાપના દિવસે સવારે ટવિટ કરી બધા ભાજપના કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મુંબઇમાં એક રેલીને સંબોધન કરશે. આ રેલીમાં ભાજપ અધ્યક્ષ 2019ની લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફુંકશે. અમિત શાહની આ રેલીમાં અંદાજે 3 લાખ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ રેલી માટે દેશભરમાંથી ભાજપના કાર્યકર્તાઓ મુંબઇ પહોંચી રહ્યાં છે.

પક્ષના સ્થાપના દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 સંસદીય ક્ષેત્રોના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યકર્તાઓને નમો એપ દ્વારા સંવાદ કરશે. આ પાંચ સંસદીય ક્ષેત્રમાં નવી દિલ્હી, ઉત્તરી-પૂર્વી દિલ્હી, ઉત્તરી મધ્ય મુંબઇ, હમીરપુર (હિમાચલ પ્રદેશ) અને સારણ (બિહાર)નો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં કટોકટી સમયે ભારતીય જનસંઘ અને બીજા રાજકીય પક્ષોએ ગઠબંધન કર્યું અને જનતા પાર્ટીનો જન્મ થયો. જનતા પાર્ટીને તત્કાલીન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીની નીતિઓ વિરુધ્ધ ચૂંટણી લડી અને પક્ષની મોટી જીત થઇ.

પરંતુ જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ થયો અને જનતા પાર્ટીની સરકાર પોતાના કાર્યકાળ પણ પુરો કરી શકી નહીં. ત્યારબાદ જનસંઘ જનતા પાર્ટીથી અલગ થઇ. 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીના નામે નવી પાર્ટી રચાઇ. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપઇ પક્ષના પ્રથમ અધ્યક્ષ બન્યા.

divyesh

Recent Posts

ગોવા સરકારનું નેતૃત્વ મનોહર પર્રિકર જ કરશેઃ અમિત શાહ

ન્યૂ દિલ્હીઃ તમામ વિવાદો પર વિરામ લગાવતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે સ્પષ્ટ કરી દીધું છે કે, મનોહર પર્રિકર…

12 hours ago

મોઢેરા સૂર્યમંદિરમાં પ્રવેશ ફીનો ચાર્જ વધારતા પર્યટકોમાં રોષ

મહેસાણા: મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર એ એક ઐતિહાસિક વારસો ધરાવે છે તેમજ દરેક નાગરિક આ વારસાથી પરિચિત છે. તેને જોવા માટે…

12 hours ago

આતંકવાદ અને વાતચીત એક સાથે ક્યારેય શક્ય ના બનેઃ બિપીન રાવત

ન્યૂ દિલ્હીઃ ભારતનાં આર્મી ચીફ જનરલ બિપીન રાવતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. આર્મી ચીફ બિપીન રાવતે નિવેદન આપતાં કહ્યું…

13 hours ago

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

15 hours ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

15 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

16 hours ago