BJPને હવે મિત્રોની જરૂરીયાત નથી લાગતીઃ ઉદ્ધવ ઠાકરે

મુંબઇઃ મહારાષ્ટ્રનાં પાલઘર લોકસભા સીટ ગુમાવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ બીજેપી પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ ચૂંટણી આયોગથી પાલઘરમાં રિઝલ્ટ રોકવાની પણ વિશેષ માંગ કરી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનાં ઘરે થયેલી બેઠક બાદ શિવસેનાએ ચૂંટણી આયોગથી વોટિંગ પેટર્નમાં ગરબડીની ફરિયાદ કરી હતી.

જો કે ચૂંટણી આયોગે શિવસેનાનાં ઐતરાજને ખારિજ કરી દીધો. શિવસેનાનું કહેવું એમ હતું કે 20માં રાઉન્ડ બાદ વોટ નહીં વધે. ત્યાર બાદ શિવસેનાએ ઉદ્ધવ ઠાકરેનાં ઘરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સમાં બીજેપી પર બરાબર આકરા પ્રહાર કર્યાં. ઉદ્ધવે જણાવ્યું કે, લાગે છે કે હવે બીજેપીને દોસ્તની જરૂરિયાત નથી. 2014માં જ્યારે ભાજપ સરકાર આવી હતી ત્યારે લોકોને એવું લાગ્યું હતું કે આ સરકાર 25 વર્ષ સુધી ચાલશે પરંતુ 4 વર્ષમાં જ આ સરકારે અનેક જગ્યાએથી પોતાનાં બહુમત ગુમાવી દીધાં છે.

તેઓએ બીજેપીનાં સ્ટાર પ્રચારક અને યૂપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પણ નિશાન સાધતા કહ્યું કે યોગી આદિત્યનાથ પોતાનાં ઘરમાં ચૂંટણી હારી રહ્યાં છે અને અહીં મહારાષ્ટ્રમાં પ્રચાર કરવા નીકળ્યાં છે. તેઓએ આદિત્યનાથ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે,”જનતાએ યોગીજીની મસ્તી ઉતારી દીધી છે.”

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની પાલઘર લોકસભા સીટ પર યોજાયેલ પેટાચૂંટણીમાં શિવસેના પ્રત્યાશી શ્રીનિવાસ વનગાને 29,000થી અધિક વોટોથી હરાવતા બીજેપીનાં રાજેન્દ્ર ગાવિત આ સીટ પર પાર્ટીનો કબ્જો ચાલુ રાખવામાં સફળ રહ્યાં છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણી આ બંને પાર્ટીઓએ સાથે મળીને લડી હતી.

બીજેપી 2014ની લોકસભા ચૂંટણીમાં આ સીટ પરથી જીત હાંસલ કરી હતી અને એનાં સાંસદ ચિંતમણ વનગાનાં નિધનને લઇને આ સીટ પર પેટાચૂંટણી થઇ હતી. અહીંયા શિવસેનાએ દિવંગત ભાજપનાં સાંસદ ચિંતામણ વાંગાનાં પુત્ર શ્રીનિવાસ વાંગાને પોતાનો ઉમેદવાર બનાવ્યાં હતાં.

Dhruv Brahmbhatt

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

4 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

4 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

5 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

5 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

5 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

5 hours ago