PM મોદીના વાર પર કોંગ્રેસનો પલટવાર, જલ બિન મછલીની જેમ તડપી રહી છે BJP

કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લાલ કિલ્લા પર કોંગ્રેસ પર લગાવેલા આરોપનું ખંડન કર્યું છે. કોંગ્રેસ પક્ષના સાંસદ અને પ્રવકતા ડોકટર અભિષેક મનુ સિંઘવીએ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના હેડક્વાર્ટરમાં એક પત્રકાર પરિષદ યોજીને કહ્યુંકે ભાજપ આઝાદીની ચળવળના વારસાને પડાવી લેવાનું ઇચ્છી રહી છે.

કોંગ્રેસે પીએમ મોદી પર પલટવાર કરતાં કહ્યું કે વડાપ્રધાન પોતાના ઉચ્ચ બંધારણીય હોદ્દા પર 24 કલાક રાનીતિની વાત કરે છે અને આરોપ લગાવે છે. શું લાલ કિલ્લા પરથી વડાપ્રધાનને આ બધુ શોભા આપે છે? સુભાષચંદ્ર બોઝ અને સરદાર પટેલને રાજકારણમાં લઇને આવવાનું સાચું છે?

કોંગ્રેસે પીએમ મોદીને આડે હાથ લેતા કહ્યુંકે જેમ પાણી વગર માછલી તડપે છે તેમ વિરાસત વગરની ભાજપા વિરાસતને પડાવી લેવા તડપી રહી છે. ભાજપ પાણી વગરની માછલીની જેમ તડપીને વારંવાર આઝાદીના આંદોલનની વિરાસતને પડાવી લેવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

કોંગ્રેસ પ્રવક્તાના જણાવ્યા મુજબ ભાજપ-સંઘની વિચારધારા અને નેતાજીની વિચારધારા એકદમ અલગ હતી. નેતાજી કોંગ્રેસ અધ્યક્ષ રહ્યા. આઝાદી પછીના પહેલા ભાષણમાં નેહરૂજીએ નેતાજીને યાદ કર્યા. જવાહરલાલ નહેરૂએ આઝાદ હિંદ ફોજના સભ્યો માટે કોર્ટમાં કાનૂની લડાઇ લડી, ન કોઇ આરએસએસના સભ્યએ લડી.

સિંઘવીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે નેતાજીએ નેશનલ પ્લાનિંગ કમિટી બનાવી હતી, ત્યારબાદ તેને નેશનલ પ્લાનિંગ કમિશિન બનાવાયું. મોદી સરકારે તેને બંધ કરીને નીતિ આયોગનું ગઠન કર્યું. સંઘવીએ કહ્યું કે પીએમ મોદીને ઇતિહાસનું જ્ઞાન નથી. સિંઘવી પીએમ મોદીના આરોપોનું ખંડન કરતાં કહ્યુંકે ગાંધીજીને નેતાજીએ જ રાષ્ટ્રપિતા કહ્યા હતા.

You might also like