BJPના ઉમેદવારોની યાદી હાઈકમાન્ડને સીલબંધ કવરમાં મોકલાઈ, આનંદીબેન કે અનાર પટેલ પર હજુ પ્રશ્નાર્થચિહ્રન?

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે ઉમેદવારોના નામ નક્કી કરી લીધા છે. ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડે ઉમેદવારોના નામ નક્કી કર્યાં છે. બંને તબક્કાના નામોની યાદી હાઈકમાન્ડને સીલ બંધ કવરમાં મોકલી દેવામાં આવી છે.

આ નામો અંગે આવતીકાલે સાંજે 5 વાગ્યે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહની આગેવાનીમાં બેઠક મળશે તથા સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની પણ બેઠક મળશે. આ બેઠક માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જીતુ વાઘાણી પણ દિલ્હી રવાના થશે. જેમાં આ તમામ નામો અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ હાજરી આપશે નહીં.

બીજી તરફ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તમામ નામો પર સર્વ સંમતિ સધાઈ ગઈ છે, તો ડેમેજ કંટ્રોલના ભાગરૂપે સીનિયર આગેવાનોને ટિકિટ કપાઈ છે. 20થી વધુ બેઠકો પર એકદમ નવા જ ચહેરાની તક આપી છે. અમદાવાદની મણીનગર બેઠક પર મહિલાને ટિકિટ આપવામાં આવી શકે છે.

જો કે ઘાટલોડિયામાંથી આનંદીબહેન પટેલ કે તેમની દીકરી અનાર પટેલ પર સસ્પેન્સ યથાવત છે. તેઓ ચૂંટણી લડશે કે કેમ તે અંગે સસ્પેન્સ યથાવત્ છે. બીજું કે પાટીદાર, દલિત, આદિવાસી, ક્ષત્રિય અને OBC સમાજને સૌથી વધુ તક આપવામાં આવી છે તેવું પણ જાણવા મળી રહ્યું છે. જો કે મુસ્લિમ ઉમેદવારોને ટિકીટ આપવાની સંભાવના ખૂબ નહીંવત જોવા મળી રહી છે. જેમનાં નામ સેન્સમાં હતા નહીં તેમને પણ એન્ટ્રી મળી શકે છે.

સૂત્રો પ્રમાણે પ્રથમ તબક્કાના 89 અને બીજા તબક્કાની 93 સીટો માટેના ઉમેદવારો નક્કી કરી લેવામાં આવ્યા છે. જો કે અનેક સિનીયર નેતાઓની ટિકીટ કપાઈ હોવાનું પણ જણાઈ રહ્યું છે અને તેમના બદલે મહિલા ઉમેદવારોના નામ પણ નક્કી કરાયા છે, તેવું જાણવા મળી રહ્યું છે.

માહિતી પ્રમાણે પ્રથમ તબક્કાના ઉમેદવારોની યાદી 17મી અથવા 18મીએ જાહેર થઈ શકે છે. બીજા તબક્કાના ઉમેદવારો 25 થી 26મી એ જાહેર થઈ શકે છે. જો કે આવતીકાલે પાર્લામેન્ટ્રી બેઠક બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકો માટેના ઉમેદવારો જાહેર થઈ શકે છે.

વરિષ્ઠ ધારાસભ્યો પાર્ટીએ ઇલેક્શન નહી લડવા માટે મનાવી લીધાની વાત આવી રહી છે સામે પ્રથમ ફેઝ માટે 17મી અથવા 18મીએ થઇ શકે પ્રથમ 89 ઉમેદવારોની યાદી,જ્યારે બીજી યાદી 25થી 26 તારીખ સુધી જાહેર થવાની સભાવના

You might also like