Categories: Gujarat

અમદાવાદની 12 બેઠક માટે ભાજપનું મનોમંથન, અા બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત છે બાકી

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા આજે ભાજપ મોવડી મંડળ હાથ ધરશે. બીજા તબક્કાની ૯૮ બેઠક માટે ૪૬ નામની યાદી જાહેર કરી દેવામાંં આવી છે. ખાસ કરીને અમદાવાદની બાકી રહેલી ૧૪ બેઠક પર સૌની નજર છે. ભાજપ માટે અતિ મહત્ત્વની અને પ્રતિષ્ઠિત ગણાતી અમદાવાદ શહેરની ઘાટલોડિયા, નારણપુરા, એિલસબ્રિજ અને મણિનગરની સીટ માટેના ઉમેદાવારોની પસંદગી માટે આજે ફરી એક બેઠક મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે ગુજરાતની મુલાકાતે છે. ભાવનગરની મુલાકાત બાદ તેઓ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત સંગઠનના નેતાઓ સાથે આજે ફરી એક રિવ્યુ બઠક કરશે ત્યાર બાદ આખરી પસંદગી દિલ્હીથી જાહેર કરાશે.
કડીની બેઠક પર કરશનભાઈ સોલંકીનું નામ મોખરે છે. સિદ્ધપુરની બેઠક માટે જયનારાયણ વ્યાસની પસંદગી કરાશે. તો વિજાપુરમાં રમણલાલ પટેલનું નામ પહેલી પ્રાયોરિટીમાં છે. અિમત ચૌધરી માણસા બેઠક માટે નિશ્ચિત છે.

જ્યારે ગાંધીનગર ઉત્તરની બેઠકના ઉમેદવાર રિપિટ થશે. ઉત્તરના ઉમેદવાર અશોક પટેલ પાટીદાર ફેકટરને ધ્યાને રાખીને રિપિટ કરાશે. જ્યારે દક્ષિણના ઉમેદવાર શંભુજી ઠાકોરનું પત્તું કપાય તેવી સંભાવના છે. મહુધાની બેઠક પર કોંગ્રેસના મજબૂત ઉમેદવારની સામે ભાજપ આ સીટ જીતી લેવા માટે ભરતસિંહને મેદાનમાં ઉતારશે. નડિયાદની બેઠક પર દંડક પંકજ દેસાઈ રિપિટ થશે.

વાઘોડિયાના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવને રિપિટ કરાશે. જ્યારે સયાજીગંજ બેઠકના ઉમેદવાર જિતેન્દ્ર સુખડિયાનું પત્તું કપાશે. અકોટાની બેઠક પરથી પૂર્વ પ્રધાન સૌરભ પટેલને બોટાદની સીટ ફાળવણી કરાઈ હોવાથી તેમના સ્થાને નવો ચહેરો આવશે.

આ બંને બેઠક સયાજીગંજ અને અકોટા પર મહિલા નહીં પરંતુ પુરુષ ઉમેદવારને સ્થાન અપાશે. જ્યારે ઈડર, દહેગામ, કલોલ, બોરસદ, પેટલાદ સોજિત્રા, કપડવંજ વગેરેની મધ્ય ગુજરાતની સીટો પર હજુ કોઈ ઉમેદવાર નિશ્ચિત કરાયા નથી. અમદાવાદ શહેરની નારણપુરા કે સાબરમતી બેઠક પરથી ગુજરાત કો. ઓપરેટિવ બેન્કના ચેરમેન અજય પટેલને ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતારશે. સહકાર ક્ષેત્રે વર્ચસ્વ ધરાવતા અને અમિત શાહના વિશ્વાસુ ગણાતા અજય પટેલને બહુમતીથી જીતાડવા માટે મોટાભાગે નારણપુરા બેઠક ફાળવવામાં આવશે.

આ બેઠક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની વિધાનસભાની બેઠક હતી. છેલ્લી ઘડીએ ફેરફાર નહીં થાય તો અજય પટેલ નારણપુરા બેઠકથી ચૂંટણી લડશે તો દાણીલીમડા બેઠક જીતવા માટે ભાજપ દલિત નેતાને મેદાને ઉતારશે. દાણી લીમડાના ૨.૨૮ લાખ મતદારના ૫૯ ટકા હિંદુ ૪૨ ટકા મુસ્લિમ ૩૫ ટકા દલિત અને અન્ય મતદાર છે.

અા બેઠકોના ઉમેદવાર જાહેર કરવાના બાકી
વીરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, એલિસબ્રિજ, નારણપુરા, ઠક્કરબાપાનગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, ધંધૂકા, ધાનેરા, વડગામ, પાલનપુર, ડીસા, રાધનપુર, પાટણ, સિદ્ધપુર, ઊંઝા, વીસનગર, બહુચરાજી, કડી, મહેસાણા, વિજાપુર, હિંમતનગર, ઈડર, બાયડ, દહેગામ, માણસા, કલોલ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, બોરસદ, પેટલાદ, સોજિત્રા, નડિયાદ, મહુધા, કપડવંજ, લુણાવાડા, કાલોલ, લીમખેડા, વાઘોડિયા, સયાજીગંજ, અકોટા, છોટાઉદેપુર, જેતપુર.

divyesh

Recent Posts

સુરત મહાનગરપાલિકા વિરૂદ્ધ લારી-ગલ્લા અને પાથરણાંવાળાઓએ યોજી વિશાળ રેલી

સુરતઃ શહેર મહાનગરપાલિકાની કચેરીએ નાના વેપારીઓ એકઠા થયાં હતાં. લારી-ગલ્લા, પાથરણાંવાળાઓએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. પાલિકાની દબાણની કામગીરીનાં કારણે…

52 mins ago

J&K: પાકિસ્તાની સેનાનું સિઝફાયર ઉલ્લંધન, આંતરરાષ્ટ્રીય બોર્ડરેથી BSF જવાન ગાયબ

જમ્મુ-કશ્મીરઃ આંતરરાષ્ટ્રીય સીમા પર સીમા સુરક્ષા બળ (BSF)નો એક જવાન લાપતા બતાવવામાં આવી રહેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવારનાં રોજ…

1 hour ago

IND-PAK વચ્ચે 18 સપ્ટેમ્બરે હાઇ વોલ્ટેજ મુકાબલો, જાણો કોનું પલ્લું પડશે ભારે…

ન્યૂ દિલ્હીઃ એશિયા કપ 2018ની સૌથી મોટી મેચ આવતી કાલે એટલે કે બુધવારનાં રોજ સાંજે 5 કલાકનાં રોજ દુબઇમાં ભારત-પાકિસ્તાનની…

3 hours ago

ભાજપની સામે તમામ લોકો લડે તે માટે મહેનત કરીશઃ શંકરસિંહ વાઘેલા

ગાંધીનગરઃ સમર્થકો સાથે યોજાયેલી બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. જેમાં તેઓએ રાજનીતિમાં નવી ઇનિંગને લઇ મહત્વની જાહેરાત…

4 hours ago

“PM મોદી પાસે માત્ર 50 હજારની રોકડ રકમ”: PMO

ન્યૂ દિલ્હીઃ દેશને ડિજિટલ બેંકિંગ અને ચૂકવણી માટે ડિજિટલ ઉપયોગને માટે પ્રોત્સાહિત કરવાવાળા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની અર્થવ્યવસ્થાને ઓછી રકમવાળી…

5 hours ago

તમારા પાર્ટનર સામે ક્યારેય ભૂલથી પણ ન કરો આ 4 વાત, નહીં તો…

વિશ્વાસ અને ઇમાનદારીની છાપ પર જ હંમેશા સંબંધો જળવાઇ રહેતા હોય છે અને આ જ હકીકત છે. પરંતુ જો આપની…

6 hours ago