Birthday Special: સૌરવ-ડોનાની લવસ્ટોરી…ગાંગુલીના થયા હતા બે વખત લગ્ન

આજે ભારતીય ટીમના સૌથી હેન્ડસમ, ડેશિંગ, ક્યૂટ અને સક્સેફૂલ પરંતુ પૂર્વ કેપ્ટન કેપ્ટન સૌરવ ગાંગુલીનો આજે જન્મદિવસ છે, ભલે તે એક ક્રિકેટરના રૂપમાં મેદાનથી દૂર હોય પરંતુ તે ક્રિકેટથી દૂર નથી. સૌરવ આજે પણ એડવાઇઝર અને કોમેન્ટરના રૂપમાં ક્રિકેટ સાથે જોડાયેલા છે અને તેના લીધે તેમના પ્રત્યે પ્રશંસકોનો પ્રેમ ઓછો થયો છે.

તેમના ક્રિકેટના એચીવમેંટ વિશે તો દરેક જણ જાણે છે પરંતુ આજે પણ તમને તેમના 43મા જન્મદિવસ પર તેમની લાઇફ વિશેના કોમળ અને સૌથી સુંદર પળો વિશે જણાવીએ, જી હાં તમે સાચું સમજ્યા. અમે વાત કરી રહ્યાં છીએ સૌરવ ગાંગુલીની લવસ્ટોરીની..જો કે તે બિલકુલ યશ ચોપડા અને કરણ જોહરની ફિલ્મોની માફક દિલને સ્પર્શી જનાર છે.

ગાંગુલીની આ રીલ ટાઇપ રિયલ સ્ટોરીમાં હીરો-હિરોઇન તો તે અને તેમની પત્ની હતા પરંતુ હાં વિલન બંને પરિવારવાળા હતા. સૌરવ ગાંગુલી એક શ્રીમંત પરિવાર સાથે નાતો ધરાવે છે પરંતુ તે જે વૈભવી એપાર્ટમેન્ટમાં રહેતા હતા તેની બાઉંડ્રી વોલ ડોના ઘરને અડીને આવેલી હતી. એટલે કે આ ડોઆ અને સૌરવ એક-બીજાના પડોશી હતા.

ડોના એક સારી ઓડિસી નૃત્યાંગના છે અને આ વાત સૌરવના ઘરવાળાને પસંદ ન હતી, આમપણ બંને પરિવારવાળાઓને પોતાના વર્ચસ્વ અને સ્ટેટસને લઇને ઘણા બધા પ્રોબ્લમ હતા પરંતુ પરિવારવાળાના ઝઘડાથી દૂર સૌરવ-ડોના કિશોરવસ્થામાં જ એકબીજાના ગાઢ મિત્રો બની ગયા હતા. સૌરવ ગાંગુલી અને ડોનાની સ્કૂલ અલગ-અલગ હતી એટલા માટે સૌરવ ગાંગુલી પોતાના ઘરવાળાઓથી ખોટું બોલીને ડોનાની એક ઝલક મેળવવા માટે તેની સ્કૂલની રિશેષના સમયે ગેટ પર પહોંચી જતા હતા તો ડોના સંતાઇને સૌરવ ગાંગુલીની ક્રિકેટ મેચ જોયા કરતી હતી.

જેમ-જેમ ઉંમર વધી તેમ-તેમ મિત્રતા પ્રેમમાં ફેરવાઇ ગઇ, સમય બદલાયો અને સૌરવ ગાંગુલી જોતજોતામાં ક્રિકેટની દુનિયાના સ્ટાર બની ગયા પરંતુ ડોનાના પરિવાર પર આ વાતોની અસર થઇ નહી. અને પછી 1996નો ઇગ્લેંડ પ્રવાસ આવ્યો… જેણે સૌરવ ગાંગુલીના ક્રિકેટ કેરિયર અને અંગત જીવનની તસવીર બદલી નાખી. સૌરવ ગાંગુલીના બેટ વડે ઇગ્લેંડમાં ધમાકો થયો તો બીજી તરફ પ્રવાસ પર જતાં પહેલાં સૌરવ ગાંગુલીએ ડોનાને લગ્ન માટે પ્રસ્તાવ મુક્યો. બંનેએ કોર્ટ મેરેજ કરવાનો નિર્ણય કરી લીધો. પ્રવાસ બાદ સૌરવ ગાંગુલીએ વર્ષ 1996 ઓગસ્ટમાં ડોનાની સાથે કોર્ટ મેરેજ કરી લીધા તે પણ ઘરવાળાઓ જણાવ્યા વિના.

પરંતુ કહેવાય છે કે પ્રેમ ક્યારેય છુપો રહેતો નહી અને આ વાતની જ્યારે બંનેના પરિવારજનો ખબર પડી તો બબાલ તો થવાની જ હતી, પરંતુ આખરે બંને ફેમિલીએ હથિયાર નાખી દિધા. પરંતુ પરિવારે નિર્ણય કર્યો કે બંનેના લગ્ન ફરીથી થશે અને ફેબ્રુઆરી 1997માં બંને પરિવારની હાજરીમાં સૌરવ-ડોનાના ફરીથી લગ્ન થયા. આજે સૌરવ-ડોના દુનિયા માટે પરફેક્ટ કપલ કહેવામાં આવે છે, બંનેના પ્રેમના બગીચામાં ‘સના’ નામનું ફૂલ પણ છે જે બંનેની જીંદગી છે.

You might also like