Birthday Special: આજ સે તેરી સારી ગલિયા મેરી….ફેઇમ અરીજીત સિંઘનો આજે જન્મદિવસ

અરીજીત સિંઘ નામ સાંભળતા જ લાખો ભારતીય ચાહકોને હૈયે કેટલાય ગીતોના મુખડા અચૂક ગણગણવા લાગે જ. ભારતીય બોલીવૂડના જાણીતા પ્લેબેક સિંગર અરિજીત સિંઘનો આજે જન્મ દિવસ છે. આ સંગીતકારનો જન્મ મુળ પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદ ખાતે થયો હતો. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત ૨૦૦૫ના વર્ષમાં એક વાસ્તવિક કાર્યક્રમ ફેમ ગુરુકુલ દ્વારા કરી હતી.

 

આ સાથે જ આ કલાકારના ખાસ વખાણ થયા અને તેની આ આવડતને લીધે તે જાણીતો બન્યો. તેણે 2013માં ફિલ્મ આશિકી માટે તુમ હી હો ગીત ગાયું, ત્યારે એમને પ્રસિદ્ધિ મળી ગઇ. ત્યારબાદ એક બાદ એક સારા-સારા ગીતોની વણજાર જામવા લાગી અને તેને ખ્યાતિ મળતી ગઇ અને તેને લોકચાહના મળી.

કલાકારને આશિકીના આ જાણીતા ગીત માટે ૫૯મો ફિલ્મફેર પુરસ્કાર શ્રેષ્ઠ પુરુષ ગાયક તરીકે મળતા જ તેની કિસ્મત રેખા બદલાઇ ગઇ. ત્યારબાદ એક પછી ગીતોનો સિલસિલો અરિજીત સિંઘ દ્વારા મળતો રહ્યો અને ભારતીય ચાહકો અને વિદેશના ચાહકો તેના ગીતો પર ઝુમવા લાગ્યા.

આ કલાકારને 2૦૧૬માં ૬૧મા ફિલ્મફેર પુરસ્કાર વેળા તેમને સૂરજ ડૂબા હૈ ગીત, જે રોય ફિલ્મ માટે ગાયું હતું, તેને શ્રેષ્ઠ ગીત તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. આ ગાયકના કંઠે ગવાયેલ ફીર આયા….તેરી ઉમર હે કરલે ગલતી સે મીસ્ટેક….આજ સે તેરી ગલીયા….નશે શી ચઢ ગઇ હે…ઇન્ના સોણા….ચન્ના મેરેયા… જેવા અનેક ગીતો આપીનો અરીજીત સિંઘે ચાહકોના હ્રદયમાં એક ખાસ સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે આજે તેના જન્મદિવસે સમભાવ શુભચ્છા પાઠવે છે.

You might also like