Video: અમરેલીમાં સિંહ યુગલને પજવણી, બાઈક ચાલકોએ સિંહને હેરાન કરી ખુલ્લા મેદાનમાં દોડાવ્યા

અબોલ પ્રાણીઓ પર અત્યાચાર કરીને વિકૃત આનંદ લેતાં લોકોની ખોટ નથી. અમરેલીના લીલીયા પંથકના કાંક્રચમાં સિંહોને પરેશાન કરતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો કાંક્રચના શેત્રુંજી નદી આસપાસના વિસ્તારમાં શુટ થયો હોવાનું અનુમાન છે.

આ વીડિયોમાં કોઈ બે વિકૃત વ્યક્તિઓ સિંહની પાછળ વાહન હંકારીને વનરાજને શ્વાનની માફક દોડાવતો હોવાનું જોવા મળી રહ્યું છે. સિંહોને પરેશાન કરતા આ વાઈરલ વીડિયોથી સિંહ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. આ વીડિયોમાં બે યુવકો બાઈક પર સવાર જોવા મળી રહ્યા છે. જે પોતાની બહાઈકને ખુલ્લા મેદાનમાં ચલાવીને સિંહના યુગલને શ્વાનની જેમ દોડાવી રહ્યા છે.

જો કે આ વીડિયોમાં બાઈકની નંબર પ્લેટ ચોખ્ખી જોવા મળી રહી છે. જેના આધારે આ બાઈક સવાર યુવાનોને ઝડપી કઢાય તેવી શક્યતા છે. આ મામલે RTO, પોલીસ અને વનવિભાગ સંયુક્ત રીતે તપાસ કરી રહ્યા છે. આ મામલે સાઈબર ક્રાઈમની પણ મદદ લેવાઈ રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયામા ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અને સિંહની પજવણી કરતા આ યુવાનોની લોકો ટીકા કરી રહ્યા છે. બાઈકની નંબર પ્લેટ પરથી બાઈક રાજકોટની હોવાનું જણાઈ રહ્યું છે.

  • વનરાજને કોણે પજવ્યા? શું એ બાઈક ચાલકો પકડાશે?
    સિંહને ખુલ્લા પટમાં દોડાવ્યા અને પરેશાન કર્યાં
    RTO, પોલીસ અને વનવિભાગની સંયુકત તપાસ
    બાઇક નંબર પરથી થઇ રહી છે તપાસ
    સાયબર ક્રાઇમની પણ લેવાઇ રહી છે મદદ
    અમરેલીના રાજુલા, ખાંભા અથવા ગીર પૂર્વનો વિસ્તાર
    સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો વીડિયો
    નંબર પ્લેટ પરથી બાઇક રાજકોટની હોવાનો અંદાજ

જાણો આવા જ રસપ્રદ અને રોમાંચક સમાચારો…..
ગીરના સિંહ-સિંહણ રસ્તા પર લટાર મારવા આવી ગયા, વનતંત્ર અજાણ
આ છે ભારતનું સૌથી VVIP ઝાડ, જેનું એક પત્તું પણ સૂકાઈ જાય તો સરકાર દોડવા લાગે છે
એક એવો જાદુઇ કુવો કે જ્યાં આવે છે અનેક મુલાકાતીઓ

You might also like