Categories: India

બિહારના બેગૂસરાયમાં વિજય માલ્યા વિરુદ્ધ ધરપકડ વોરન્ટનો આદેશ

બેગૂસરાય: બિહારના બેગૂસરાયની એક કોર્ટમાં શરાબ કારોબારી અને બેંકો પાસેથી દેવું લઇને વિદેશ ભાગી ગયેલા વિજય માલ્યાના વિરુદ્ધ ધરપકડનું વોરન્ટ પ્રકાશન કરવાનો આદેશ આપી દીધો છે.

જિલ્લાના તિલરથ ગામમાં રહેનારા ઠેકેદાર રંજન કુમારે જણાવ્યું કે માલ્યાની કંપની યૂબીઆઇથી કેબલ વાયર નાંખવા 1 કરોડ 25 લાખ રૂપિયાનું કામ કરાયું હતું. તેના બદલામાં કંપનીએ તેને ફક્ત 25 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો તે પણ બાઉન્સ થઇ ગયો હતો.

ન્યાયિક દંડાધિકારી અમિત આનંદને વિજય માલ્યા અને પ્રોજેક્ટ મેનેજર દીપક પાલના વિરુદ્ધ બાબતની આજે સુનાવણી કરતાં માલ્યા સહિત એક અન્યની પણ ધરપકડ માટે વોરન્ટ પ્રકાશન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે આ પહેલા પણ બંને લોકોને ઘણા સમન્સપાઠવ્યા હતા. પરંતુ બંને હાજર થયા નહતાં. તમને જણાવી દઇએ કે વિજય માલ્યા ભારત છોડીને બ્રિટન જતાં રહ્યા છે અને તેની ઉપર બેંકોનું 9400 કરોડ રૂપિયાથી વધારે દેવું છે.

Krupa

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

51 mins ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

57 mins ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

1 hour ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

1 hour ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

1 hour ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

2 hours ago