VIDEO: બિહારમાં પંચાયતની દબંગાઇનો વીડિયો વાઇરલ, મહિલાને થૂંક ચટાવાયું

બિહારનાં મુઝફ્ફરપુરમાં એક શરમજનક ઘટના સામે આવી છે. આ ઘટનામાં મહિલા સાથે એક ગેરવર્તણૂક કરવામાં આવી રહી છે. તેને લગતો એક વિડીયો પણ વાઇરલ થઇ રહ્યો છે.

મુઝફ્ફરપુરમાં એક મહિલાને જમીન પર થૂંક ચટાવવાનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે એક પંચાયતમાં વચ્ચે મહિલાને જમીન પર થૂંકવાનું કહેવામાં આવે છે અને એ જ થૂંકને ચાટવાનું કહેવામાં આવે છે. આ ઘટના મીનાપુરનાં પાનાપુર ઓપી સ્થિત એક ગામની છે. મહિલાની સાથે તેનાં પતિને પંચાયતે કાન પકડાવીને ઉઠક-બેઠક કરાવી હતી અને આ સમગ્ર ઘટનાને મોબાઇલમાં કોઇએ કેદ કરી લીધી હતી.

You might also like