VIDEO: બિહારમાં વિચિત્ર લગ્ન, યુવકને બંધક બનાવી કરાવ્યા જબરદસ્તી લગ્ન

બિહારમાં એક ખતરનાક ઘટના સામે આવી છે. બિહારનાં એક વ્યક્તિને બંધક બનાવીને તેને જબરદસ્તી લગ્ન કરાવવાની એક ઘટના સામે આવી છે. આ યુવકને ઢોર માર મારી જબરદસ્તી રીતે લગ્ન કરાવતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. 3જી ડિસેમ્બરનાં રોજ આ ઘટના બની છે અને 4થી ડિસેમ્બરનાં રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી છે.

જો કે પોલીસે હજી સુધી પણ એક મહિના બાદ પણ આ મામલે કોઇ જ કાર્યવાહી કરી નથી. જેવો પીડિત યુવકનાં ભાઇએ પોલીસ પર આ મામલે ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.

મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે પીડિત વિનોદકુમાર પોતે ઝારખંડનાં બોકારો સ્ટીલ પ્લાન્ટમાં એક્ઝીક્યૂટિવ એન્જીનિયર તરીકે કામ કરે છે. તે જ્યારે પોતાનાં મિત્રનાં લગ્નમાં જઇ રહ્યો હતો તેવાં સમયે વિનોદકુમારનું અપહરણ કરવામાં આવ્યું અને તેને બંધક બનાવી લેવામાં આવ્યા બાદ તેને જબરદસ્તીથી લગ્ન કરાવવામાં આવ્યાં.

પરંતુ વિનોદકુમારે લગ્ન કરવાનો સ્પષ્ટપણે ઇન્કાર કરી દીધો હતો. પરંતુ તેને ઢોર માર મારવામાં આવ્યો. આ વીડિયોમાં એક તરફ વિનોદકુમાર રડી રહ્યો છે. ને બીજી બાજુ તેની પાસે જબરદસ્તીથી કન્યાનાં લલાટમાં સિંદૂર પૂરાવવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે બિહારમાં પહેલાં પકડૌવા વિવાહની પરંપરા હતી. જે પરંપરા મુજબ પકડૌવા વિવાહમાં યુવકને જબરદસ્તી પકડી કોઇ પણ યુવતી સાથે તેને જબરદસ્તી પરણાવી દેવામાં આવે છે. પરંતુ હવે આ પ્રથાનો બિહારમાં અંત આવ્યો છે. જો કે આ ઘટના બાદ એવું લાગી રહ્યું છે કે કદાચ હજુ પણ બિહારમાં આ પ્રથા ચાલી રહી છે.

You might also like