Categories: India

અચ્છે દિનની શરૂઆત :બિહારમાં તમામ લોકોને મળશે ફ્રી વિજ કનેક્શન

પટના : બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે આદેશ આપ્યો છે કે નવેમ્બર 2017 સુધી બિહારનાં ઘરે ઘરે વિજળી કનેક્શન મફત પહોંચાડવામાં આવશે. નીતીશની સરકાર આવ્યા બાદ તેણે ચૂંટણીમાં આપેલા વચનો પુરૂ કરવાનું ચાલુ કરી દીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તે દારૂબંધીની જાહેરાત કરી ચુક્યા છે.

ચૂંટણી અગાઉ નીતીશ કુમારે જનતાને 7 વચનો આપ્યા હતા. જેમાં લોકોને મફત વિજળી કનેક્શન આપવાનાં વચનનો પણ સમાવેશ થાય છે. શુક્રવારે એક અધિકારીએ જણાવ્યું કે કનેક્શન તો ફ્રી હશે. જો કે ત્યાર બાદ વપરાયેલ વિજળીનાં નાણા તો ચુકવવા પડશે.

સરકારનું અનુમાન છે કે આ પ્રોજેક્ટમાં 1500થી 1800 કરોડ રૂપિયાનો ખર્ચો થશે. અત્યારે બિહારનાં 39073 ગામોમાં વિજળી પહોંચાડવામાં આવશે. નવેમ્બર 2005માં રાજ્યનાં શહેરી વિસ્તારોમાં આશરે 5થી6 અને ગ્રામીણ વિસ્તારોમાં આશરે બેથી ત્રણ કલાક જ વિજળી રહેતી હતી. જો કે વર્ષ 2015માં તે 22થી24 કલાક અને 15થી16 કલાક સુધી પહોંચી ચુકી છે.

Navin Sharma

Recent Posts

મ્યાનમારમાં ઉગ્રવાદી કેમ્પ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ની તૈયારી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં ત્રાસવાદીઓની છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઈન્ટેલિજન્સ એજન્સી સૂત્રોનાં જણાવ્યાં…

9 hours ago

પ્રથમ ટ્રાયલમાં જ T-18 ટ્રેન ફેલ, કેટલાંય પાર્ટ્સ સળગીને થયાં ખાખ

ચેન્નઈઃ ભારતીય રેલ્વેની મહત્ત્વાકાંક્ષી ઈન્ટરસિટી ટ્રેન પ્રોજેક્ટ ટી-૧૮ ટ્રેન તેની પ્રથમ ટ્રાયલમાં જ ફેલ ગઈ છે. ચેન્નઈનાં જે ઈન્ટીગ્રલ કોચ…

10 hours ago

બે પ્રેગ્નન્સી વચ્ચેનો ગાળો ૧૨થી ૧૮ મહિનાનો હોવો જરૂરી

બાળકને ગર્ભમાં ઉછેરવાનાં કારણે માના શરીરમાં કેટલાક બદલાવ આવે છે. આવા સમયે બે બાળકો વચ્ચેનો ગાળો કેટલો હોવો જોઈએ એ…

10 hours ago

લાકડાનો ધુમાડો પુરુષો અને સ્ત્રીઓ બંને પર કરે છે જુદી-જુદી અસર

લાકડાનાં ધુમાડાથી સ્ત્રીઓ અને પુરુષોનાં શરીરમાં અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ ઊઠે છે. અભ્યાસર્ક્તાઓએ સ્ત્રી-પુરુષ વોલન્ટિયર્સનાં એક ગ્રૂપને પહેલાં લાકડાનો ધુમાડો ખવડાવ્યો…

10 hours ago

વાઇબ્રન્ટ સમિટ: સ્થાનિક-વિદેશી ઇન્વેસ્ટર્સ વીડિયો કોન્ફરન્સ કરશે

ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન જાન્યુઆરી માસમાં યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષે પહેલી વાર સરકાર વાઇબ્રન્ટ…

11 hours ago

કારમાં આવેલાં અજાણ્યાં શખ્સોએ છરી બતાવી યુવકને લૂંટી લીધો

અમદાવાદઃ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં બે દિવસ પહેલાં મોડી રાતે એક વિદ્યાર્થીને છરી બતાવીને ૮પ હજારની લૂંટ ચલાવતા ત્રણ શખ્સો વિરુદ્ધમાં…

11 hours ago