Bigg Boss 12: શો શરૂ થતાં પહેલાં જ લીક થઇ અનેક તસ્વીરો, કન્ટેસ્ટંટમાં અનેરો ઉત્સાહ

બિગ બોસ 12ને લઇને દર્શકોની વચ્ચે લાંબા સમયથી ચર્ચા થઇ રહી છે. કેટલાંક દિવસ પહેલાં શોને લોન્ચ કરવામાં આવ્યો. આ સાથે જ કેટલાંક કન્ટેસ્ટંટનાં નામો પણ સામે આવ્યાં છે. સલમાન ખાનનો આ હિટ અને વિવાદિત શો 16 સપ્ટેમ્બરથી શરૂ થઇ જવા રહેલ છે.

હવે બિગ બોસનાં ઘરની અંદરની તસ્વીરો પણ લીક થઇ ગઇ છે. આ વખતે ઘરનું ઇંટીરિયર સંપૂર્ણ રીતે બદલી દેવામાં આવ્યું છે. તસ્વીરોમાં ઘર ખૂબ જ સુંદર લાગી રહેલ છે. બિગ બોસે પોતાનાં મહેમાનોને માટે ઘરની અંદર ખાસ વ્યવસ્થા કરાઇ છે.

તમને જણાવી દઇએ કે દરેક વખતે બિગ બોસ ખતમ થવા બાદ ઘરને તોડી દેવામાં આવે છે. પછી નવી સીઝન શરૂ થતા પહેલાં અલગ રીતે તેને તૈયાર કરવામાં આવે છે. આ વખતે પણ ઘરમાં બેડરૂમ, ડાઇનિંગ રૂમ, સ્વિમિંગ પૂલ, જિમ અને ગાર્ડન એરિયા બનાવવામાં આવેલ છે.

ઘરની તસ્વીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. દર્શકોને આ વખતે પહેલેથી જ બતાવવામાં આવેલ છે કે ઘરમાં અનેક જોડીઓ મહેમાન બનીને આવશે. તેનાં માટે એક સાથે બેડનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ સાથે જ આ વખતે ઘરમાં ઝૂલા પણ લગાવવામાં આવેલ છે.

ઘરમાં એક જેલ પણ બનાવાયેલ છે. જ્યાં બિગ બોસનાં નિયમોનાં ઉલ્લંઘન કરવાવાળાઓને રાખવામાં આવશે. છેલ્લી વખતે પણ બિગ બોસમાં જેલ હતી અને અનેક સભ્યોએ જેલની હવા પણ ખાવી પડી હતી. બિગ બોસની પાછલી સિઝન સુપરહિટ રહી હતી. બિગ બોસ દર વર્ષે શોને હિટ બનાવવા માટે કોઇ ને કોઇ મોટો ફેરફાર કરતા રહે છે. આ વખતે પણ એક ફેરફાર કરવામાં આવ્યો છે કે જે વધુ મજેદાર છે.

મળતી ખબર અનુસાર, 16 સપ્ટેમ્બર એટલે કે લોન્ચિંગથી ઠીક એક દિવસ પહેલા 15 તારીખને બિગ બોસનાં ફેન્સને આ શોમાં ભાગ લેવાનો મોકો આપવામાં આવ્યો છે. ફેન્સને 15 સપ્ટેમ્બરનાં બપોરનાં 1 કલાકે કલર્સની VOOT એપથી લોગ ઇન કરવાનું રહેશે.

You might also like