Bigg Boss: સ્વામી ઓમે સલમાનને ગણાવ્યો ISIS એજન્ટ

મુંબઇઃ પોતાની અયોગ્ય વતુર્ણકને કારણે હાલમાં જ બિગબોસના ઘરમાંથી સ્વામી ઓમને બહાર કાઢી મૂકવામાં આવ્યાં છે. ત્યારે બહાર આવ્યાં પછી પણ સ્વામી ઓમની હરકતો સુધરી નથી. તેમણે શોના હોસ્ટ સલમાન ખાન અને બાકીના સભ્યો પર ગંભીર આરોપ લગાવ્યો છે.

ઘરમાંથી બહાર હાકી કાઢવામાં આવેલા સ્વામી ઓમે જણાવ્યું છે સલમાન ISIS એજન્ટ છે. સાથે જ ઘરના સભ્યો પર આરોપ લગાવ્યો છે કે ઘરના લોકો તેમના ભોજનમાં કોઇ નશીલા પદાર્થો ભેળવતા હતા. જેનાથી તેમને નશો થતો હતો.

એટલું જ નહીં સ્વામી ઓમે શોના મેકર્સ પર ઘરના સભ્યો માટે ડ્રગ્સ સપ્લાઇ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ શોના મેકર્સ તેમને મારી નાખવાની ધમકી આપી રહ્યાં છે. સ્વામી ઓમના આ ખુલાસા ખૂબ જ ચોકાવનારા છે. ત્યારે સ્વામી ઓમ આખરે આ રીતના નિવેદનોથી શું સાબિત કરવા માંગે છે તે તો સમય જ બતાવશે.

home

You might also like