Categories: Business Trending

ફક્ત રૂ. 999માં ખરીદી શકો છો વિદેશની ફ્લાઈટની ટિકિટ

શું તમે રજા માણવા વિદેશ જવા માગો છો, તો હવે તમે માત્ર 1000 રૂપિયામાં ટિકિટ બુક કરી શકો છો. એર એશિયા એરલાઇનની આ ઓફર આવી છે. માત્ર વિદેશમાં જ નહીં, જો તમે દેશના બીજા ખૂણામાં પણ જવા માંગતા હોવ તો તમને આટલા સસ્તા દરે ટિકિટ આપવામાં આવશે.

એર એશિયાએ બિગ સેલ સ્પેશિયલ ઓફર શરૂ કરી છે જેના હેઠળ, તમે માત્ર 999ની સ્થાનિક સ્તરે ફ્લાઈટમાં ઉડવાની તક આપે છે પરંતુ કેટલાક આંતરરાષ્ટ્રીય સ્થળો માટે પણ તમે આટલા જ ભાવમાં ટિકિટ મેળવી શકો છો.

એરલાઇનની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ઓફરનો લાભ લેવા માટે તમારે 27મી મે સુધી ટિકિટ બુક કરવી પડશે. આ સમય દરમિયાન તમે નવેમ્બર 1, 2018 થી 13 ઓગસ્ટ, 2019ની વચ્ચેની કોઈ પણ ટિકિટ બુક કરી શકો છો.

સાઇટ પર આપવામાં આવેલી માહિતી મુજબ, તમે 999 રૂપિયામાં ભુવનેશ્વરથી ક્વાલા લંપુર સુધીની ટિકિટ બુક કરી શકો છો. માત્ર ભુવનેશ્વરથી જ નહીં પણ અમુક અન્ય સ્થળોથી પણ તમે અહીં સસ્તા ભાડા પર ટીકિટ મેળવી શકો છો.

જેમ તમે 1999માં વિશાખાપટ્ટનમથી ક્વાલા લંપુરની ટિકિટ બુક કરી શકો છો. આ ઉપરાંત, કોચીથી કુઆલાલમ્પુર રૂ. 3399 અને ગોવાથી કુઆલાલમ્પુર જવા માટે રૂ. 5514નો ખર્ચ કરવો પડશે.

બીજી તરફ, સ્થાનિક ફ્લાઇટ્સ વિશે વાત કરીએ તો અહીં પણ રૂ. 999 તમે મુસાફરી કરી શકો છો. આ માટે, તમારે ઉપર આપેલા સમયગાળા દરમિયાન ટિકિટ બુક કરાવવી પડશે.

તમે માત્ર 999 રૂપિયા કોચીથી બેંગલોરની પણ ટિકિટ બુક કરી શકો છો. આ ઉપરાંત, સસ્તા દરોમાં ઘણા સ્થળો પર ઘણી ઓફર આપવામાં આવી છે.

આ ઑફર મેળવવા માટે, તમારે એર એશિયા વેબસાઈટ પરથી ટિકિટ બુક કરવી પડશે. આ ઓફર્સ પર વધુ માહિતી માટે, તમે એર એશિયા વેબસાઇટ જોઈ શકો છો.

Janki Banjara

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

8 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

8 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

8 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

9 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

9 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

10 hours ago