ATM ધારકોને સરકારની મોટી ગીફ્ટ : ઇચ્છો તેટલી વખત રૂપિયા ઉપાડી શકાશે

નવી દિલ્હી : 8 નવેમ્બરે વડાપ્રધાન મોદીએ 500-1000 રૂપિયાની જુની નોટોને બંધ કરી અને આ સાથે જ એટીએમમાંથી 1 દિવસમાં પૈસા ઉઠાવવાની લિમિટ પણ 2 હજાર રૂપિયા નક્કી કરી છે. 9-10 નવેમ્બરે એટીએમ સેવા પણ બંધ કરી દેવાઇ હતી. આજે પણ કેટલાક એટીએમમાંથી પૈસા નહી નિકળી શકે કારણ કે તમામ એટીએમ બંધ હતા. પરંતુ કાલથી દેશનાં તમામ એટીએમ ચાલુ થઇ જશે અને તમે એટીએમ મશીનથી 2000 રૂપિયા રોજિંદા ઉપાડી શકશો. એવામાં તમને બેંકોએ એટીએમ ધારકો માટે એક રાહતનાં સમાચાર છે.

એટીએમ જેમની પાસેહોય તેમના પર કાર્ડ સ્વાઇપ કરવા પર લેવાનારી ફી માફ કરી દીધી છે. જેમ કે તમે જાણો છો કે હાલ થોડા દિવસો સુધી તમે એટીએમથી 2 હજાર રૂપિયા જ કાઢી શકો છો અને મોટા ભાગનાં એટીએમમાં હાલ 100 અને 500 રૂપિયાની નવી નોટ જ કાઢી શકશો તો એવામાં તમને 1 મહિનામાં વધારે ટ્રાંજેક્શન કરવા પડી શકે છે.

એક દિવસમાં 2 હજાર રૂપિયાથી વધારે ઉપાડવાનાં કારણે તમને રોજીંદા 2 હજાર રૂપિયા ઉપાડવા પડે તો તમે મહિનામાં કેટલી પણ વાર સ્વાઇપ કરી શકો છો. કોઇ ટ્રાંઝેક્શન પર ચાર્જ વસુલવામાં નહી આવે. અગાઉ તમને બેંકના એટીએમમાંથી 5 વખત કરતા વધારે ટ્રાંઝેક્શન કરવા પર ચાર્જ વસુલવામાં આવતો હતો.

You might also like