HDFC AMCનું 58 ટકા પ્રીમિયમે ધમાકેદાર લિસ્ટિંગ

નવી દિલ્હી: એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપનીના (એચડીએફસી એએમસી)ના શેરનું આજે ધમાકેદાર લિસ્ટિંગ થયું હતું. રૂ. ૧૧૦૦ના ઈશ્યૂ પ્રાઇસ સામે આ શેરનું લિસ્ટિંગ ૫૮ ટકા પ્રીમિયમે રૂ. ૧૮૩૧ પર થયું હતું. ત્યાર બાદ આ શેરનો ભાવ વધીને ૧૭૯૬ની સપાટીએ પણ પહોંચી ગયો હતો, જે ૬૫ ટકા પ્રીમિયમ સૂચવે છે.

એચડીએફસી એએમસીનો આઇપીઓ ૮૩ ગણો ભરાયો હતો. આ આઇપીઓ દ્વારા કંપનીએ ૨૮૦૦ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. ગઇ સાલ રિલાયન્સ નિપ્પોન એસેટ મેનેજમેન્ટને જેવો પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો એવો જ પ્રતિસાદ એચડીએફસી એએમસીને મળ્યો હતો.

આ ઈશ્યૂ બાદ એચડીએફસી એએમસીમાં એચડીએફસીનો હિસ્સો ૫૭ ટકાથી ઘટીને ૫૩.૨ ટકા થઇ ગયો હતો, જ્યારે સ્ટાન્ડર્ડ લાઇફનો હિસ્સો ૩૮.૨ ટકાથી ઘટીને ૩૦.૨ ટકા થયો હતો.

આ આઇપીઓ ૨૭ જુલાઇના રોજ બંધ થયો હતો. એચડીએફસી એએમસી આઇપીઓની પ્રાઇસ બેન્ડ ૧૦૯૫-૧૧૦૦ રૂપિયા પ્રતિશેર નક્કી કરવામાં આવી હતી.

You might also like