ગુજરાતમાં IPL પર ઓનલાઇન સટ્ટા પર મોટો ખુલાસો, જાણો કેવી રીતે રમાય છે સટ્ટો…!

ભારત દેશમાં દર વર્ષે IPL ક્રીકેટ મેચ રમતી હોય છે IPL ક્રિકેટ મેચની શરૂઆતની સાથે સટ્ટાબજાર ગરમાતું હોય છે. આ વર્ષે પણ IPL ક્રિકેટ મેચની શરૂઆતની સાથે જ સટ્ટાબજાર ગરમાયું છે. સટ્ટોડિયાઓ પણ સક્રિય થઇ ગયા છે.

IPL ક્રિકેટ મેચનો સટ્ટો ઓનલાઈન એપ્લીકેશન દ્વારા રમાડવામાં આવે છે. જેમાં ક્રિકેટ માઝા, ક્રિકેટ ફાસ્ટલાઈન, ક્રિકેટ લાઈવ લાઈન, ક્રિકેટ લાઈન ગુરૂ, ક્રિકેટ એકચેન્જ (લાઈવ લાઈન), ખાઈ લગાઈ કેલ્કયુલેટર,ક્રિકેટ બેટિંગ જેવી એપ્લીકેશન પર IPL ક્રિકેટનો સટ્ટો રમી શકાય છે.

ગુજરાતના કુખ્યાત બુકીઓની વાત કરીએ તો દિનેશ ખંભાત, હાલમાં દુબઈ છે તે પણ આ પ્રકારે સટ્ટો રમાડે છે. આ સિવાય જિગ્નેશ પાટણ ઉર્ફે જીગો પાટણ જે હાલમાં દુબઈ છે તે પણ ઓનલાઈન એપ્લિકેશન સિસ્ટમ થકી સટ્ટાબજારમાં સક્રીય છે. તો અજીત ભાભર, પીન્ટુ પાટણ,કિરણ માલા, ટોમી ઊંજા, જય માળી નામના બુકીઓ સટ્ટાબજારમાં સક્રિય છે.

કઈ એપ્લિકેશન રમાડે છે સટ્ટો?
ક્રિકેટ માઝા
ક્રિકેટ ફાસ્ટલાઈન
ક્રિકેટ લાઈવ લાઈન
ક્રિકેટ લાઈન ગુરૂ
ક્રિકેટ એકચેન્જ (લાઈવ લાઈન)
ખાઈ લગાઈ કેલ્કયુલેટર
ક્રિકેટ બેટિંગ

ગુજરાતના કુખ્યાત બુકીઓ કોણ?
દિનેશ ખંભાત, હાલમાં દુબઈ
જીગ્નેશ પાટણ ઉર્ફે જીગો પાટણ, હાલમાં દુબઈ
અજીત ભાભર, ગુજરાતમાં
પીન્ટુ પાટણ, શ્રીસંતને ગાડી આપનાર બુકી
કિરણ માલા, હાલમાં મણિનગર, અમદાવાદ,
ટોમી ઊંજા, હાલમાં મહેસાણા ઉંઝા
જય માળી,

કેવી રીતે રમાય છે IPLમાં સટ્ટો 
IPL સીઝન ૧૧ ની શરૂઆત થઇ ગઈ છે ગણ લોકો આ ક્રિકેટ ટુર્નામેન્ટ માત્ર આનંદ મેળવવા માટે દેખાતા હોય છે, ત્યારે ગણ લોકો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કરોડો રૂપિયાની હર જીત રમતા હોય છે. ૨૦૧૩-૨૦૧૪માં IPL મેચમાં ફિક્સિંગનો મામલો સામે આવ્યો હતો. ઘણા ખેલાડીઓ મેચ ફિક્સિંગના કેશમાં સંડોવાયેલા હતા. ત્યાર બાદ અત્યાર સુધી જે બોબડી કાર્ડની સીસ્ટમ દ્વારા સટ્ટો રમાડવામાં આવતો હતો. તેની જગ્યાએ આ વર્ષથી ઓનલાઈન એપ્લીકેશન દ્વારા સટ્ટો રમાડવામાં આવે છે. તદ્ઉપરાંત વેબસાઈટ ધ્વારા પણ આ સટ્ટો રમાડવામાં આવે છે.

કેટલા કરોડમાં પડશે આ IPL 
IPLની શરૂઆત થતાની સાથે બુકીઓ દ્વારા ઓનલાઈન એપ્લીકેશન દ્વારા સટ્ટો રમાડવાની સરુઆત થઇ ગઈ છે. IPL ક્રિકેટ મેચમાં સટ્ટો રમવા માટે ઓનલાઈન એપ્લીકેશન દ્વારા સટ્ટોડિયાઓને આઈડી અને પાસવર્ડ આપવામાં આવતો હોય છે. આ આઈ પાસવર્ડ લેવા માટે સટ્ટોડિયાઓને મીનીમમ ૨૦ હજારની ડીપોઝીટ કરાવવાની હોય છે. આ સટ્ટો રમવા માટે ૨૦ હજારથી લઈને ૨૦ કરોડ સુધી રૂપિયા જમા કરાવી શકો છો. આ રૂપિયા જમા કરાવ્યા બાદ તમે તમારી મેચ પર રૂપિયા લગાવી શકો છો. તે પણ તમે જેટલા રૂપિયા જમા કરાવ્યા હોય ત્યાં સુધી તમારો સટ્ટો લખવામાં આવતો હોય છે. જે રૂપિયા જમા કરવાના હોય છે તે બુકી પર આધારીત હોય છે. જેવો બુકી તેવી રકમ જમા કરાવાની હોય છે. આ બુકીઓની નીચે પોતાના વિસ્તારના સટ્ટો રમતા સટ્ટોડિયાઓ જેને ફોલ્ડર તરીકે ઓળખવામાં આવતા હોય છે. તેઓ પણ પૈસા અગાઉથી જમા કરવાના હોય છે.

આ એપ્લીકેશનનું નામ શું છે? કેવી રીતે ઓપરેટ કરવામાં આવે છે?
ઉપરોક્ત બતાવેલ તમામ એપ્લિકેશનો બુકીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. બુકીઓ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી દેશભરમાં સટ્ટો રમાડતા હોય છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા તેમજ ક્રિકેટ સટ્ટામાં બેટિંગ લગાવવા માટે મીનીમમ 20000 રૂપિયા ભરવા પડતા હોય છે. ૨૦ હજારથી લઈને 20 કરોડ સુધીની સટ્ટો રમવા માટે ક્રેડિટ કરવામાં આવતી હોય છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરી બુકીઓ દ્વારા સટ્ટો રમવામાં આવે છે. એપ્લિકેશનમાં બોલે બોલે મેચનો ભાવ બદલાતો હોય છે. આ એપ્લિકેશનમાં મેચના સેશનનો ભાવ મેચનો ભાવ તેમજ ટીમનો ભાવ બતાવવામાં આવતો હોય છે. Ball to Ball ભાવ બદલાતા હોય છે. સટોડિયાઓને એપ્લિકેશનમાં બતાવે સેશન પ્રમાણે સટ્ટો રમવા માટે હા કે ના પાડવાની હોય છે. IPL Cricket ટુર્નામેન્ટમાં કુલ ૬ સેશન ખૂલતા હોય છે. પ્રથમ બેટિંગ કરવા વાળી ટીમમાં ૪ સેશન ખુલતા હોય છે. ત્યારબાદ બીજા દાવમાં ફક્ત બે સેશન ખોલવામાં આવતા હોય છે. આમ કુલ ૬ સેશન પ્રમાણે બુકીઓ સટ્ટો રમાડતા હોય છે.

ભાવ પ્રમાણે RCB જે બેંગ્લોરની અત્યારે હાલ ખુબજ હોટ ફેવરીટ
IPL ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૧૮માં રમતી ૮ ટીમનો ભાવ પણ ખુલી ગયો છે. તેમજ આ IPLમાં રમતી ૮ ટીમમાંથી હોટ ફેવરીટ ટીમ તરીકે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નું નામ બોલાય છે. બુકીઓ દ્વારા ફિક્સિંગ કરાયેલી તેમજ લોકો કઈ ટીમના ચાહકો છે. તેમજ ટીમના પ્લેયર્સને ધ્યાનમાં રાખીને બુકીઓ દ્વારા ટીમના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. આ ભાવ પ્રમાણે RCB જે બેંગ્લોરની ટીમ છે. તે અત્યારે હાલ ખુબજ હોટ ફેવરીટ ટીમ ગણવામાં આવે છે. તેમજ IPL કપ RCB જીતશે તેવા ચાન્સ વધારે છે તેવું બુકીઓનું માનવું છે. RCBની ટીમ બાદ બીજા નંબરે મુંબઈ ઇન્ડિયનનો ભાવ બોલાઈ રહ્યો છે. મુંબઈ ઇન્ડિયન બાદ ચેન્નાઈની ટીમ જીતશે તેવા ચાન્સ બુકીઓ દ્વારા લગાડવામાં આવ્યા છે.

રવિવારના રોજ બપોર સુધી IPLની ૮ ટીમના ભાવ
RCB :  ૩.૫૫ પૈસા
MUM :  ૬.૬૦ પૈસા
CHN : ૬.૨૦ પૈસા
HYD : ૭.૬૦ પૈસા
KKR : ૮.૪૦ પૈસા
PJB : ૮.૦૦ પૈસા
DD : ૮.૫૦ પૈસા
RRJ : ૯.૫૦ પૈસા

ઉપરોક્ત પ્રમાણે રવિવારના રોજ IPLમાં રમતી ૮ ટીમના ભાવ બોલતા હતા. જેમાં વધુ જીતવાના ચાન્સ અને હોટ ફેવરીટ ટીમ RCB હોવાના કારણે તેનો ભાવ ૩.૫૫ પૈસા ખુલ્યો છે. આવનારા દિવસોમાં જેમ જેમ વધુ મેચો રમશે. તેમ આ ભાવમાં પણ ચડાવ ઉતાર જોવા મળશે. જે તે ટીમ સારું રમતી હશે તેમજ આવનારા દિવસોમાં આ ભાવમાં પણ બદલાવ થતા રહેતા હોય છે. IPLની શરૂઆતમાં IPL કપનો ભાવ ઉપરોક્ત પ્રમાણે બુકીઓ દ્વારા ખોલવામાં આવ્યો છે.

કેવી રીતે આ સટ્ટો રમાતો હોય છે?
પ્રથમ દાવમાં એકથી છ ઓવરનું પહેલુ સેશન હોય છે. ત્યારબાદ છથી દસ ઓવરનું બીજું સેશન હોય છે. દસ થી પંદર ઓવરનું ત્રીજુ સેશન હોય છે. ત્યારબાદ ૧૫થી ૨૦ ઓવરના સેશનને લંબી તરીકે ઓળખવામાં આવતી હોય છે. આમ પ્રથમ દાવમાં બુકીઓ દ્વારા ચાર સેશન રમાડવામાં આવતા હોય છે. Ball to Ball સેશનના ભાવ બદલાતા હોય છે. બીજા દાવમાં 1થી 6 ઓવરમાં પહેલુ સેશન ત્યાર બાદ છથી દસ ઓવરનું બીજુ સેશન આમ બીજા દાવમાં કુલ બે સેશન રમાડવામાં આવતા હોય છે. એક મેચમાં કુલ ૬ સેશન રમવામાં આવતા હોય છે. તે ઉપરાંત મેચનો ભાવ ખોલવામાં આવતો હોય છે. આમ બુકીઓ આ એપ્લિકેશન દ્વારા દેશભરમાં ક્રિકેટ સટ્ટો રમાડતા હોય છે. આ એપ્લિકેશન ઓપરેટીંગ બુકીઓના માણસો દ્વારા જે-તે જગ્યાએ ચાલતી મેચના ગ્રાઉન્ડમાંથી થતો હોય છે. મોટા મોટા બુકીઓ દ્વારા આ ક્રિકેટ સટ્ટો રમાડવામાં આવતો હોય છે. ક્રિકેટરો પણ આ ક્રિકેટ Sattaમાં સંડોવાયેલા હોય તેવી શંકા છે. આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનો ક્રિકેટ સટ્ટો દેશભરમાં ચાલતો હોય છે. મહત્વની વાત એ છે ગુજરાતમાં આ એપ્લિકેશન ઉપયોગ કરતા 65 હજારથી પણ વધુ આઈડી અને પાસવર્ડની વહેચણી કરવામાં આવી છે. જે તે બુકીઓ આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી સટ્ટો રમાડતા હોય છે.

સટોડીયાઓ આ ઓનલાઈન એપ્લીકેશનનો ઉપયોગ કેવી રીતે કરે છે? 
ગુજરાતના ટોપ બુકીઓમાંથી બે બુકીઓ હાલ દુબઈ છે. સુત્રો દ્વ્રારા માહિતી મુજબ આ બે બુકીઓ IPLની શરૂઆતના ૧ મહિના અગાઉ તેઓ દુબઈ જતા રહ્યા છે. તેમજ આ બે બુકીઓ દુબઈથી ગુજરાતનો ક્રિકેટ સટ્ટો ઓપરેટીંગ કરે છે. દિનેશ ખંભાત જે ગુજરાતનનો કુખ્યાત મોટો બુકી છે, જે હાલ દુબઈમાં છે. સુત્રોના જણાવ્યા મુજબ તે હાલ દુબઈથી ગુજરાતનો ક્રિકેટ સટ્ટો ઓપરેટ કરે છે. આ દિનેશ ખંભાત સાથે વધુ એક બુકી જેનું નામ જીગ્નેશ પાટણ ઉર્ફે જીગો પાટણ છે. આમ દિનેશ ખંભાત અને જીગ્નેશ પાટણ હાલ દુબઈથી ગુજરાતમાં IPL ક્રિકેટ સટ્ટો ચલાવી રહ્યા છે. તેમજ ગુજરાતમાં હાલ અજીત ભાભર, પીન્ટુ પાટણ, કિરણ માલા, ટોમી ઊંજા, જય માળી જેવા મોટા બુકીઓ દુબઈથી આવતા મેસેજના આધારે ગુજરાતમાં ક્રિકેટ સટ્ટો ચલાવી રહ્યા છે. આ મોટા મોટા કુખ્યાત બુકીઓની નીચે પણ નાણાં બુકીઓ હોય છે. આમ બુકીઓની ચેનલ દ્વારા દરેક વિસ્તારમાં એક અથવા બે બુકી ક્રિકેટ સટ્ટો રમાડતો હોય છે. તેમજ તે બુકી તેનાથી ઉપરના બુકી સાથે બેટિંગ લગાવીને સટ્ટો રમાડતા હોય છે.

ઓનલાઈન એપ્લીકેશન દ્વારા રમાડવામાં આવે છે સટ્ટો
IPL ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત થતાની સાથે સટોડિયાઓ સક્રિય થયા છે. 2018ની આઈપીએલ ટૂર્નામેન્ટમાં કરોડો રૂપિયાનો સટ્ટો રમાવાની શક્યતાઓ છે. જે બુકીઓ પહેલા બોબડીકાર્ડનો ઉપયોગ કરી સટ્ટો રમાડતા હતા. તેઓ હાલ Online એપ્લિકેશનનો ઉપયોગ કરી સટ્ટો રમાડી રહ્યા છે. આ એપ્લિકેશનનો ઉપયોગ દેશના યુવાવર્ગ પણ કરી રહ્યો છે. આ એપ્લિકેશન દ્વારા દેશનું યુવાધન ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે. ઓનલાઈન એપલીકેશન દ્વારા Satta રમવાના કારણે ઘણા યુવાનો પૈસાની લાલચે તેમજ બે પૈસા કમાવવાની લાલચે વધુમાં વધુ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. આમ યુવાનો જાણે-અજાણ્યે ક્રિકેટ સટ્ટો રમી રહ્યા છે. વિસ્તારના Local બુકીઓ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આમ યુવાનો આ એપ્લીકેશન દ્વારા સટ્ટો રમી રહ્યા છે. મહત્વની જોવાની બાબત એ છે ગુજરાતની નંબર ૧ કહેવાતી અમદાવાદની સાઈબર આ સટ્ટોડિયાઓ સુધી પહોંચી શકાશે કે કેમ તેમજ શું આ સટ્ટોડિયાઓને પકડાશે તો કેવી રીતે પકડાશે તે જોવાનું રહ્યું.

divyesh

Recent Posts

સુરતઃ ગણેશ વિસર્જન દરમ્યાન ચાલુ બોટે મૂર્તિએ ખાધી પલ્ટી, બોટસવારો કુદ્યાં નદીમાં

સુરતઃ શહેરમાં ગણેશ વિસર્જન દરમ્યાન બોટમાં રાખેલી ગણપતિની એક વિશાળ મૂર્તિ અચાનક ઢળી પડી હતી. મગદલ્લા ઓવારા પર વિસર્જન દરમ્યાન…

4 hours ago

IT રિટર્ન ભરવાની તારીખમાં કરાયો વધારો, 15 ઓક્ટોમ્બર સુધી ભરી શકાશે

સરકારે સોમવારનાં રોજ નાણાંકીય વર્ષ 2017-18ને માટે આયકર રિટર્ન અને ઓડિટ રિપોર્ટ દાખલ કરવાની તારીખ 15 દિવસ વધારીને 15 ઓક્ટોમ્બર…

4 hours ago

ખેડૂતો આનંદો…, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની પાણીની સપાટીમાં વધારો

નર્મદા: મધ્યપ્રદેશનાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં એકાએક વધારો થયો છે. ઉપરવાસમાંથી 33249 ક્યુસેક પાણીની આવક…

5 hours ago

ઇન્દ્રનીલ રાજ્યગુરૂનું નિવેદન,”મને ભાજપમાં જોડાવાની મળી છે ઓફર”, પક્ષે વાતને નકારી

રાજકોટઃ કોંગ્રેસ નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરુનું ખૂબ મોટું નિવેદન સામે આવ્યું છે. ઈન્દ્રનિલ રાજ્યગુરુને ભાજપ તરફથી ઓફર મળી હોવાનું જણાવ્યું હતું.…

7 hours ago

ભાજપમાં જોડાવા મામલે અલ્પેશ ઠાકોરનો ખુલાસો,”હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું અને રહીશ”

અલ્પેશ ઠાકોરનાં ભાજપમાં જોડાવા મામલે ખુલાસા કરવા મામલે કોંગ્રેસ નેતાઓએ સંયુક્ત પ્રેસ યોજી. અમિત ચાવડા, પરેશ ધાનાણી અને અલ્પેશ ઠાકોરે…

9 hours ago

હાર્દિક ફરી આંદોલનનાં મૂડમાં, ગાંધી જયંતિથી સમગ્ર ગુજરાતમાં કરશે પ્રતિક ઉપવાસ

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા છેલ્લાં કેટલાંય સમયથી અનામતની માંગને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હજી પણ…

9 hours ago