Video: તૃપ્તિનો નવો અવતાર, ચંપલ વડે યુવકની કરી સરભરા

પૂનાઃ મંદિરમાં મહિલાઓના પ્રવેશ અને પૂજા કરવાના અધિકારને લઇને લડી રહેલી ભૂમાતા બ્રિગેડની અધ્યક્ષ તૃપ્તિ દેસાઇનો નવો અવતાર જોવા મળ્યો. તેણે લગ્નન કરવાની ના પાડનાર યુવાનને ચંપલથી માર માર્યો હતો. લગ્નની લાલચ આપીને તે યુવકે યુવતી પર રેપ કર્યો હતો. આ મામલો શિકાપુર ગામની પાસેનો છે.


25 વર્ષીય યુવકે યુવતીને પ્રેમમાં ફસાવી અને લગ્નની લાલચ આપી તેની સાથે સંબંધ બનાવ્યો અને ત્યાર બાદ લગ્ન કરવાની ના પાડી દીધી. આ મામલે માહિતી મળતા તૃપ્તિ દેસાઇ અને તેના સંગઠનના સભ્યએ આરોપી યુવકની બરોબર ધોલાઇ કરી હતી. તૃપ્તિ દેસાઇ યુવકના મારનો એક વીડિયો પણ બનાવ્યો છે. જેમાં તે યુવકને મારતી જોવા મળી રહી છે. આ ઘટના બાદ સ્થાનિક પોલીસે યુવકની ધરપકડ કરી છે. અને તેની વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.

You might also like