VIDEO: ભુજ નગરપાલિકાની પાઇપલાઈનમાં ભંગાણ, જાહેર રસ્તાઓ પર ફરી વળ્યાં પાણી

ભૂજઃ શહેરની નગરપાલિકાની પાઈપલાઈનમાં ભંગાણ પડયું છે. મળતી માહિતી મુજબ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સામે ગેસ લાઈનની કામગીરી દરમિયાન પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ પડ્યું છે.

જેનાં કારણે લાખો લીટર પા ણીનો વેડફાટ થયો છે. જાહેર રસ્તા પર ચારે બાજુ પાણી ફરી વળ્યું છે. એક તરફ લોકો પાણી માટે બુમરાણ પાડી રહ્યાં છે અને બીજી તરફ લાખો લીટર પાણીનો આ રીતે વેડફાટ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે હવે ઉનાળાની ઋતુ શરૂ થઇ ગઇ છે ત્યારે લોકોને હવે પીવાનાં પાણીની કટોકટી સર્જાતી જોવાં મળી રહી છે. ત્યારે એવામાં ભુજની નગરપાલિકાની જ પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે.

મહત્વનું છે કે રાજ્યનાં બનાસકાંઠા જિલ્લામાં તો પાણીની આવી સમસ્યા અનેક વાર સર્જાતી હોય છે. ત્યારે ઉનાળાની પાણીની ગંભીર સમસ્યાને લઇ દિવસે ને દિવસે મુશ્કેલીમાં વધારો થતો જોવાં મળી રહ્યો છે.

You might also like