ભોપાલ જેલમાંથી ભાગેલા અને એન્કાઉન્ટરમાં માર્યા ગયેલ આંતકી મુજીબની દફનવિધિ કરાઇ

0 5

અમદાવાદઃ ભોપાલ જેલની સુરક્ષા વ્યવસ્થાને માત આપી અને હેડ કોન્સેટબલને મારીને ભાગેલા આઠ આતંકવાદીઓને પોલીસે ઠાર માર્યા હતા. ત્યારે ઠાર મારેલા આતંકીઓમાંનો એક આતંકી વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા સિરીયલ બ્લાસ્ટનો આરોપી મુજીબ શેખ પણ હતો. જુહાપુરાના રહેવાસી આ અંતકીના મૃતદેહને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. અહીં તેની જમાલપુર ખાતે ચાંપતા પોલીસબંદોબસ્ત સાથે દફનગીરી પણ કરવામાં આવી છે.

કોઇ પણ અનઇચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર જુહાપુરા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયો હતો. મૃત આંતકી મુજીબે બ્લાસ્ટમાં સાયકલની વ્યવસ્થા કરી આપવામાં મદદ કરી હતી.

મળતી માહિતી મુજબ અમદાવાદ બ્લાસ્ટના આરોપી મુજીબ શેખની ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચે કરેલી પૂછપરછમાં મુજીબ અને ક્યામુદ્દીન કાપડિયાએ ભેગા મળી અમદાવાદ બ્લાસ્ટના થોડા દિવસ પહેલા જ શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી બ્લાસ્ટ કરવાની સામગ્રી(નટબોલ્ટ, સાઈકલ, ગેસ સિલન્ડિર) સહિતની વિવિધ વસ્તુઓ ખરીદી હોવાનું જણાવ્યું હતું.

બન્ને આરોપીઓ સહિત ૭૦ જેટલા આતંકવાદીઓએ હાલોલ, પાવાગઢ ટ્રેનિંગ કેમ્પ યોજયો હતો. જેમાં બ્લાસ્ટ કરવા મામલે પ્લાન બનાવામાં આવ્યો હોવાની વિગત પણ રિમાન્ડ દરમિયાન તેમણે જણાવી હતી.

loading...

Leave A Reply

Your email address will not be published.