BHIM app થઇ અપડેટ, ઉમેરાયા નવા ફીચર્સ

ગત મહિને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેસન ઓફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવેલી UPI પર આધારિત એપ્લીકેયસન BHIM નું નવું વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. આ અપડેટ વર્ઝનમાં કેટલાક નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે અને કેટલીક ખામીઓને બરોબર કરવામાં આવી છે.

NPCI તરફથી કહેવામાં આવ્યું છે કે BHIM નું હવે 1.2 વર્ઝન હવે 7 બીજી ભાષાઓમાં ઉપલબ્ધ હશે. પહેલા માત્ર અંગ્રેજી અને હિન્દીમાં રિલીઝ કરવામાં આવી હતી, પરંતુ હવે બંગાળી, કન્નડ, ગુજરાતી, મલયાલમ, ઉડિયા, તામિલ અને તેલૂગુમાં પણ ઉપયોગ કરી શકાશે.

BHIM appનું 1.2 વર્જનમાં Pay to Aadhaar Numberનું પેમેન્ટ વિકલ્પ પણ ઉમેરવામાં આવ્યો છે. એનાથી યૂઝર્સ બેનિફિશરીઝના બેંક અકાઉન્ટની સાથે લિંક આધાર નંબર પર પણ મની ટ્રાન્સફર કરી શકે છે. આ ઉપરાંત એક સ્પેમ રિપોર્ટ ફીચર પણ ઉમેરવામાં આવ્યો છે, જેનાથી પૈસા માટે રિક્વેસ્ટ કરનારા અજ્ઞાત લોકોને બ્લોક કરી શકાશે. NPCI એ ઇન્પ્રૂવ્ડ કસ્ટમર રીડ્રેસલ મકેનિઝમને પણ ઉમેરવામાં આવી છે.

અન્ય ફીચરની વાત કરીએ તો ભીમ એપ્લીકેશનની પ્રાઇવસી સેટિંગ્સ પણ અપડેટ કરવામાં આવી છે. સાથે disable mobile number@upi ના વિક્લપને પણ ડિસેબલ કરી શકાય છે. હવે ડ્યૂલ સિમ સ્માર્ટફોન્સ પર સિમ કાર્ડને પસંદ કરી શકાય છે, પાસવર્ડ ભૂલવા પર રીસ્ટોર કરી શકાય છ, બેંકોને સમસ્યા માટે જણાવી શકાય છે અને રિસીવ કરેલા પેમેન્ટને પરત પણ લાવી શકાય છે.

નોંધનીય છે કે BHIMને 30 ડિસેમ્બરે, 2016 ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. એ સમયે NPCI એ કહ્યું હતું કે જલ્દી એને IOS માટે પણ લાવવામાં આવશે, પરંતુ હજુ સુધી એને લોન્ચ કરવામાં આવી નથી.

You might also like