આજથી ભવનાથના મેળાનો પ્રારંભ, ધ્વજારોહણ કરી સાધુસંતોએ કર્યો મેળાનો પ્રારંભ

0 93

મહા શિવરાત્રીના પર્વની શરૂઆત જૂનાગઢમાં થઈ ગઈ છે. શિવરાત્રિના પર્વ નિમિ્તે જૂનાગઢમાં ભવનાથના મેળાની શરૂઆત થઈ ગઈ છે. ભવનાથના આ મેળાની હર્ષોલ્લાસ સાથે 5 દિવસ સુધી ઉજવણી કરવામાં આવશે.

જૂનાગઢના ભવનાથમાં વર્ષોથી શિવરાત્રીના મેળાનું આયોજન થાય છે. આજે સવારે 9 વાગ્યે ભવનાથ મહાદેવના મંદિરમાં ધ્વજારોહણ કરીને ભવનાથના મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજથી શરૂ થયેલા મેળામાં કેટલાય સાધુ સંતો આવી ગયા છે.

મંદિરમાં ધ્વજારોહણ મહાદેવની પૂજા કરીને સાધુ સંતો દ્વારા કરવામાં આવ્યું હતું. આ મેળામાં દેશભરમાંથી નાગા સાધુઓ અને અઘોરીઓ પણ આવે છે. આ મેળામાં નાગા બાવાઓ દ્વારા સરઘસ કાઢવામાં આવે છે અને જાતભાતના દાવ કરવામાં આવે છે.

મેળામાં કેટલાક સાધુઓ વિદેશથી પણ આવે છે. મેળામાં નગરપાલિકા દ્વારા સ્ટૉલ પણ ઉભા કરવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેળામાં છ દિવસ સુધી ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.સાધુ સંતો દ્વારા ભજનોની મહેફિલ પણ સજાવવામાં આવે છે. મેળામાં જ ચૌદસને દિવસે નાગા બાવાઓનું સરઘસ પણ નીકળે છે.

loading...

Leave A Reply

Your email address will not be published.